મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ચૈત્ર નવરાત્રી : મોદીજીનું નવ દિવસીય વ્રત

વડાપ્રધાન ૪૦ વર્ષથી વ્રત રાખે છે : લીંબુ પાણી અને એક વખત ફળાહાર..

રાજકોટ, તા. ર૬ : ગઇકાલથી ચૈત્ર  નવરાત્રીનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે મંદિરોમાં ઉત્સવની ધામધુમ નથી. લોકો ઘરમાં રહીને ભકિત-સાધના કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સાધક છે, વર્ષોથી નવરાત્રીમાં વ્રત રાખે છે. મોદીજી નવ દિવસ કડક નિયમો સાથે વ્રતનું પાલન કરે છે. છેલ્લા ૪૦ વર્ષોથી નવરાત્રી વ્રત રાખે છે.

નવ દિવસ દરમિયાન મોદીજી આખો દિવસ ભૂખ્યા રહ્યા બાદ સાંજે મોદીજી લીંબુ પાણી અને થોડા ફળ લે છે. આવા ઉપવાસના કારણે તેઓ શારીરિકરૂપે ફીટ અને મનોબળથી મજબૂત રહ્યા છે. મોદીજીએ ભૂતકાળમાં પોતાના બ્લોગમાં જાણકારી આપી હતી કે, આત્મશુદ્ધિકરણ માટે વ્રત રાખું છું.

(3:41 pm IST)