મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈમાં રાહતના એંધાણ : નાણામંત્રી નિર્મલા સીતારામને આપ્યા સંકેત

નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમને બેન્કિંગ અને ટેકસ અંગે જાહેરાત કરી હતી. જેનાથી સામાન્ય લોકોને રાહત મળશે. આ ઉપરાંત નિર્મલા સીતારમને કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં જે કોઈ ક્ષેત્રમાં તકલિફ હશે. તેને દૂર કરવામાં આવશે. જેની શરૂઆત આજે થઈ ચૂકી છે. આગળ બીજી અન્ય જાહેરાતો પણ કરવામાં આવશે.

આ દરમિયાન નિર્મલા સીતારમને બેન્ક લોન અને ઈએમઆઈમાંથી રાહત અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, જરૂરત લાગશે તો આ અંગે જાહેરાત પણ કરવામાં આવશે. નાણાંમંત્રીના નિવેદન ઉપર આ વાતની સંભાવના વ્યકત થઈ રહી છે કે લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈ આપી રહેલા લોકોને તત્કાલ છૂટ મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ મહિના માટે ખ્વ્પ્દ્મક કેસ ઉપાડવી ફ્રી કરી દીધી છે. મતલબ એ થાય કે જો તમારે કોઈપણ બેન્કના એટીએમ ઉપર કેશ કાઢવાની થાય છે તો કોઈ ચાર્જ લાગશે નહીં. આ ઉપરાંત ડિજિટલ કારોબારના સોદા અંગે પણ બેન્ક શુલ્ક ઓછી કરવાની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

(3:40 pm IST)