મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ભારતના છ રાજય કોરોનાથી મુકત!

ઝારખંડ,સીક્કીમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, ત્રીપુરા તથા મેઘાયલમાં એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ,તા.૨૬: સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી સંક્રમીત રાજયોની હદ્દ સીલ કરી દેવાય છે અને સમગ્ર દેશ લોક ડાઉનની સ્થિતીમાં છે ત્યારે દેશ વાસીઓ માટે રાહતનાં સમાચાર એ છે કે, પુર્વોતરનાં પાંચ રાજયો અને ઉતરનાં એક રાજયમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આમ આ છ રાજયો આજે બપોરે બે વાગ્યાની સ્થિતીએ હોવાનું  covid19india.org વેબસાઇટમાં જાહેર કરાયુ છે.

આ વેબસાઇટમાં ઉતરનાં ઝારખંડ રાજય અને પુર્વોતરનાં સીક્કીમ, આસામ, અરૂણાચલ પ્રદેેશ, ત્રીપુરા તથા મેઘાલય આ પાંચ રાજયોમાં બપોરે બે વાગ્યા સુેધી કોરોનાના કેસ ૦ હોવાનું દર્શાવાતુ હતુ. આમ આ છ રાજયોને હજી કોરોના પ્રવેશીસકયો નથી. આ તમામ રાજયો કોરોના મુકત હોવાનું બહાર આવ્યુ છે.

નોંધનીય છે કે, ઉપરોકત છ રાજયોની કુદરતી રચના એવી છે કે ત્યાં પહાડો અને જંગલો વધારે છે અને વસ્તીની ગીચતા ઓછી છે.જેના કારણે હજુ સુધી અહીં કોરોના નિષ્ક્રીય છે. તેવુ તારણ નીકળી રહ્યુ છે.

આ વેબસાઇટમાં સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતીનાં દરેક રાજય વાઇઝ આંકડાઓની અપ ડેટ દર ચાર કલાકે મુકવામાં આવે છે.

(3:38 pm IST)