મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

અમેરિકાનું ગ્રીન કાર્ડ : 2019 ની સાલમાં ભારતના માત્ર 2500 કુશળ કામદારોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું : દેશ દીઠ 7 ટકાની મર્યાદા અવરોધરૂપ : જો મર્યાદા નહીં હટાવાય તો ભારતીયોને ગ્રીન કાર્ડ મળતા 50 વર્ષ વીતી જશે

વોશિંગટન : દર વર્ષે 1 લાખ 40 હજાર લોકોના એમ્પ્લોયમેન્ટ વિઝા મંજુર કરતા અમેરિકામાં આ વિઝાથી નોકરી મેળવતા વિદેશના કુશળ કામદારોમાં ભારતીયોનો હિસ્સો સહુથી વધુ હોય છે.પરંતુ આ કર્મચારીઓને અપાતા ગ્રીન કાર્ડમાં ભારતીયોની સંખ્યા ખુબ ઓછી હોય છે.જે માટે દેશ દીઠ 7 ટકા ગ્રીન કાર્ડ આપવાની મર્યાદા અવરોધરૂપ છે.જો આ મર્યાદા દૂર નહીં થાય તો ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ મેળવતા ઓછામાં ઓછા 50 વર્ષ લાગી જશે
કાટો ઇન્સ્ટિટ્યૂટના અહેવાલમાં જણાવ્યા મુજબ 2019 ની સાલમાં ફક્ત 2500 ભારતીય કુશળ કામદારોને અમેરિકાનું નાગરિકત્વ મળી શક્યું હતું.જેની સામે અરજદારોની સંખ્યા 5 લાખ ઉપર હતી.

(1:00 pm IST)