મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

- વંચિત લોકો માટે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી ૫૦ લાખ રૂપિયાના ચોખા લોકડાઉન દરમિયાન આપશે

- આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં નવા કેસો સાથે ભારતમાં આજે કોરોનાની કેસની સંખ્યા ૬૪૯ થઇ છે

- કોરોના વાયરસના કારણે આ વર્ષે વિશ્વના ૨૦ ઔદ્યોગિક દેશોને મંદીનો માર પડવાની શકયતા છે

- બુકીંગ ઈન્સ્ટીટ્યુટના એક અભ્યાસ અનુસાર ૧૫ મે સુધીમાં ભારતને ૧,૧૦,૦૦૦ થી ૨,૨૦,૦૦૦ વેન્ટીલેટરની જરૂર પડશે : અત્યારે તેની ૧૭૮૫૦થી ૨૫૫૫૬ યુનિટો છે

- મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨૦ પર પહોંચ્યો : ઈન્દોરમાં ૫ ટેસ્ટ પોઝીટીવ, ગોવામાં ૩ અને પશ્ચિમ બંગાળમાં ૧ ટેસ્ટ પોઝીટીવ : દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ૬૩૦ અને કુલ મોત ૧૫

- અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૮૭૦ નવા કેસો સાથે કુલ આંકડો ૬૯૦૧૮, ૧૦૪૨ના મોત : કુલ કેસમાંથી ૪૫ ટકા કેસ ખાલી ન્યુયોર્કમાં : અત્યાર સુધીમાં ૪,૭૨,૮૨૦ ટેસ્ટ કરાયા અને ૬૧૬ લોકો સાજા થયા

- મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ અનુસાર મુંબઈ અને થાણેમાં ૨ નવા કોરોના પોઝીટીવ કેસ જાહેર થતાં રાજયમાં કુલ આંકડો ૧૨૪ પર પહોંચ્યો છે : દરમિયાન કાશ્મીરમાં એક ૬૫ વર્ષની વ્યકિતનંુ કોરોનાના કારણે મોત થયાનું જાહેર થયુ છે

- પશ્ચિમ બંગાળના નાયાબાદમાં એક ૬૬ વર્ષની વ્યકિતનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા રાજયમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૧૦ પહોંચી છે

- કોરોના વાયરસની સૌથી ખરાબ અસરવાળા યુરોપીય દેશોમાં ઈટલી પછી સ્પેન બીજા નંબરે છે ત્યાં ૪૭૦૦૦ વધુ સંક્રમણના કેસો જાહેર થઈ ચૂકયા છે

*અમેરિકામાં હાહાકાર : અસરગ્રસ્તોનો આંકડો ૭૦ હજારે પહોંચવા આવ્યો : ૨૪ કલાકમાં ૧૩,૮૭૦ નવા કેસો : ૬૧૬ રીકવર : ૧૦૪૨ મોત : ૪૫% કેસો માત્ર ન્યુયોર્કમાં : ૪,૭૨,૮૨૦ ઉપર ટેસ્ટ કરાયા

*મુંબઈ - થાણેમાં ૨ પોઝીટીવ કેસો : મુંબઈનો આંક હવે ૧૨૬ થયો : એક વધુ મૃત્યુ સાથે મૃત્યુઆંક ૪

- શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીની તબિયત બગડી : શ્વાસ લેવાની તકલીફ : કોરોના હોવાનો ભયઃ ચરક હોસ્પિટલમાં દાખલ : કોરોના ટેસ્ટના સેમ્પલ લીધા : થોડા સમય પૂર્વે જ વિદેશયાત્રા કરીને પરત આવ્યા હતા

- ઈન્દોરમાં નવા ૫ કેસો સાથે મધ્યપ્રદેશમાં ૨૦ કોરોના પોઝીટીવ

- વડોદરામાં ખાસ હોસ્પિટલ માટે નિવૃત સ્પેશ્યાલીસ્ટ ડોકટર અને નર્સોની સેવા લેવાશે  :  વડોદરા : વડોદરા કલેકટરે અહીંના ગોત્રી પાસે ખાસ ૨૫૦ બેડની શરૂ થયેલ હોસ્પિટલ માટે નિવૃત સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અને નર્સોની સેવા લેવાનું નક્કી કર્યું છે તેમના આ પગલાંની પ્રસંશા થઇ રહી છે

- સુરતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૮ ના પેન્ડીંગ રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો

- અમદાવાદ કોર્પોરેશનનું આ પગલું સહુએ અનુસરવા જેવું :  શાકભાજી ઘરઆંગણે મેળવવાની યોજના અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નર શ્રી વિજય નેહરાએ અમલી બનાવી છે. આ માટે વ્હોટ્સએપ નંબર ૯૪૦૮૭ ૫૩૦૬૪ ઉપર અમદાવાદ વાસીઓએ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે

- ઈરાનમાં ૨૦૭૭ મોત

- અમેરિકા ૧૦૩૨ મોત

- સ્પેનમાં ૩૬૪૭ મોત

- ચીનમાં ૩૨૮૭ મોત

- ઈન્દોરમાં નવા ૫ કેસો સાથે મધ્યપ્રદેશમાં ૨૦ કોરોના પોઝીટીવ

(4:28 pm IST)