મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ઇસ્લામિક સ્ટેટનું નામ વટાવ્યું : હક્કાની અને લશ્કર એ તોઇબાએ કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલો કર્યો

કાબુલ : ગઈકાલ બુધવારે કાબુલમાં આવેલા શીખ ગુરુદ્વારા ઉપર થયેલા હુમલાએ 27 નિર્દોષ લોકોના ભોગ લીધા છે.જેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હોવાનું જણાવ્યું છે.પરંતુ હકીકતમાં ઇસ્લામિક સ્ટેટનો અફઘાનિસ્તાનમાં ખાત્મો બોલાવી દેવાયેલો છે.તેથી આઈએસઆઈ એ ઇસ્લામિક સ્ટેટનું નામ વટાવી હક્કાની અને લશ્કરે તોઇબા મારફત હુમલો કરાવ્યો છે તેવું ભારત સરકારનું અનુમાન હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)