મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ભારતમાં લોકડાઉનને લઇ WHOએ કરી પ્રશંસા કહ્યું દેશમાં કેવી રીતે રોકાશે કોરોના

જીનેવા તા. ૨૬ : કોરોના વાયરસને ડામવા માટે ભારતના સાહસિક લોકડાઉનના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વખાણ કર્યા છે. પરંતુ તેને ચેતવણી પણ આપી છે કે વધુ જરૂરી ઉપાયો વગર લોકડાઉન ખત્મ કર્યા બાદ ફરીથી કોરોના વાયરસ ઉભરી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધ્યક્ષ ટ્રેડોસે એ વાત માટે ભારતના વખાણ કર્યા કે ભારતમાં કોરોના પોતાની શરૂઆતની અવસ્થામાં છે, પરંતુ અહીં લોકડાઉન કરવાનો મોટો નિર્ણય લેવાયો. તેમણે કહ્યું કે ભારતની પાસે ક્ષમતા છે અને એ જોવું ખૂબ જ અગત્યનું અને સારું છે કે ભારત શરૂઆતના ઉપાયો કરી રહ્યું છે. કોરોનાને ગંભીર થતાં પહેલાં જ તેને દબાવાની અને નિયંત્રિત કરવામાં આ મદદ કરશે.

શરૂઆતમાં જ ભારતમાં લોકડાઉન કરવાના નિર્ણય પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધ્યક્ષ ટ્રેડોસે કહ્યું કે અમે વાસ્તવમાં ભારતમાં અમે જોઇ રહ્યા છે. અમે તેમન વખાણ કરી રહ્યા છીએ. એ ખૂબ જ અગત્યનું છે કે કોરોનાના ફેલાવા પહેલાં જ તેનો ખાત્મો કરી દેવો. જયારે ભારતમાં અત્યાર સુધીમાં માત્ર ૬૦૬ કેસ જ છે.

શું ભારતમાં ત્રણ સપ્તાહના લોકડાઉનની સફળતા બાદ પણ ભારતમાં વાયરસ બીજા અને ત્રીજા તબક્કામાં ફેલાવાનું રિસ્ક છે? તેના પર વિશ્વ સ્વાસ્થય સંગઠનના કાર્યકારી નિર્દેશક મિશેલ જે રેયાને ચેતવણી આપી કે જરૂરી ઉપાયો, જરૂરી સુરક્ષાઓને લાગૂ કર્યા વગર દેશને તેમાંથી નીકાળવો મુશ્કેલ છે. જો તે ફરીથી પાછો આવે છે તો તે મોટો પડકાર હશે. આપણી પાસે તકો બહુ ઓછી છે.

ડોકટર રેયાને દેશી ક્ષમતાનો વિસ્તાર કરવા પર જોર આપ્યું અને કહ્યું કે ભારત એ તમામ વસ્તુઓ કરી રહ્યું છે પરંતુ નેકસ્ટ તબક્કાને ટાળવા માટે અન્ય બીજા કેટલાંક વિકલ્પો પર પણ કામ કરવું જોઇએ.

રેયાન કહે છે કે ભારતમાં અવિશ્વસનીય ક્ષમતાઓ છે પરંતુ બીજી કેટલીક જરૂરી વસ્તુઓ પણ કરવી જોઇએ. તમારી પાસે એવા કેસને શોધવા માટેની એક પ્રણાલી હોવી જોઇએ, તમારે ટેસ્ટ કરાવા પડશે. સાથો સાથ તમારે સારવાર અને આઇસોલેટ કરવાની પોતાની ક્ષમતા વધારવી પડશે. કવારેન્ટાઇનની શ્રેષ્ઠ સુવિધા હોવી જોઇએ, જો આ બધું એક જ જગ્યાએ હોય છે તો આપણે શ્રેષ્ઠ કરી શકીએ છીએ.

ડબ્લ્યુએચઓ ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓએ ભારતનો પ્રવાસ કર્યો હતો તે દરમ્યાન તેમણે જાણ્યું હતું કે ભારત એક મોટો દેશ છે અને કોઇ મહારામરીને નાથવા માટે કોઇ એક જ પદ્ઘતિ કારગત નીવડતી નથી. ભારતના નીતિ નિર્માતાઓને કેટલાંય સંભવિત ઉપાયોને અપનાવાની અને ધ્યાનમાં રાખવાની જરર છે.

(11:33 am IST)