મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

અમેરિકામાં કોરોનાના ૬૮પ૬૮ કેસઃ ૧૦૩પ મોત

વિશ્વમાં રપ જાન્યુ.એ પ૬ મોત : રપ ફેબ્રુ.એ ર૭૦૦ મોત : રપ માર્ચે ર૦૯૧ર મોત

વોશિંગ્ટન તા. ર૬: સવાર સુધીમાં અમેરિકામાં ઝડપભેર કોરોના ભાગ્યો છે અને આ આંકડો ૬૮પ૬૮ એ પહોંચ્યો છે.    મૃત્યુ   આંક    ૧૦૩પ થયો છે.

વિશ્વ વ્યાપી કોરોના મૃત્યુ આંક ગજબનાક સ્પીડે ભાગ્યો છે. રપ જાન્યુઆરીએ વિશ્વમાં કોરોનાને લીધે માત્ર પ૬ મોત થયેલ. ૧ મહિના પછી રપ ફેબ્રુઆરીએ ર૭૦૦ મોત હતા અને રપ માર્ચે, ફરી એક મહિના પછી   આજે   મૃત્યુ આંક ર૦૯૧ર છે.

સ્પેનમાં સવાર સુધીમાં પ,પપર નવા કેસો થયા છે. ર૪ કલાકમાં ૪૪૩ મૃત્યુ નોંધાયા છે. સ્પેનમાં કુલ ૪૭૬૧૦ કેસ અને ૩૪૩૪ મોત થયા છે.

દરમિયાન યુ.કે.માં મૃત્યુ આંક ર૪ કલાકમાં ૪૧ વધી ગયા છે. ર૪ માર્ચે મૃત્યુ આંક ૪રર હતો જે ર૪ કલાક પછી રપ માર્ચે ૪૬૩ થયો છે.

(11:31 am IST)