મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોનાએ વિશ્વમાં કહેર વર્તાવ્યો

૧૯૫ દેશો કોરોનાની ઝપેટમાં : ૨૧,૨૦૦ના મોત

વિશ્વની એક તૃતીયાંશ ભાગની વસ્તી લોકડાઉન : ઇટાલીમાં એક દિવસમાં ૬૮૩ અને સ્પેનમાં ૬૫૬ના મોત

નવી દિલ્હી તા. ૨૬ : વિશ્વના ૧૯૫ દેશો કોરોનાની ઝપેટમાં આવી ચુકયા છે તેમજ ૨૧,૨૦૦ લોકોના મોત થયા છે. ૪,૬૮,૯૦૫ સંક્રમિતોની સંખ્યા છે. ૧,૧૪,૨૧૮ દર્દીઓ સાજા પણ થયા છે. બીજીબાજુ ઇટાલીમાં એક દિવસમાં કોરોનાથી ૬૮૩ લોકોના મોત થઇ ચૂકયા છે. આ મોતનો આંકડો ૭૫૦૩ થઇ ચુકયા છે.

બીજીબાજુ સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૬ના મોત થયા છે. ત્યાં અત્યાર સુધીમાં ૩૬૪૭ મોત નોંધવામાં આવ્યા છે. સ્પેનમાં મોતનો આંકડો ચીનથી પણ વધુ છે. ચીનમાં ૩૨૮૭ લોકોના મોત થયા છે.

સ્પેનના ઉપવડાપ્રધાન કાર્મેન કાલ્વોમા કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. રીપોર્ટના જણાવ્યા મુજબ કાલ્વોનું સ્વાસ્થ્ય ૪ દિવસથી નાદુરસ્ત હતું તે ઘરથી જ આઇસોલેશનમાં સરકારી કામકાજ કરી રહ્યા હતા. ગઇકાલે રાતે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો.

સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેમના સંપર્કમાં જે બીજા લોકો આવ્યા છે આ દરેકને કોરેન્ટાઇનમાં જવાનો આદેશ આપ્યો છેે તે દરેકને કોરેન્ટાઇનમાં જવાનો આદેશ આપ્યો છે.

(11:31 am IST)