મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોના ઇફેકટઃ ગડકરીની જાહેરાત રાષ્‍ટ્રીય રાજમાર્ગો ઉપર ટોલ નહિ વસુલાય

નવી દિલ્‍હી, તા.૨૬: દેશમાં કોરોના વાયરસના કારણે આવી પડેલી સંકટની દ્યડીના સમયે નાગરિકોને બને તેટલી ઓછી તકલીફ પડે તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે રાજય સરકારો અને કેન્‍દ્ર સરકાર જનતાની શક્‍ય તેટલી મદદ થઈ રહી છે. આ માટે કેન્‍દ્ર સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારના રોજ કહ્યું હતું કે, ઈમરજન્‍સી સેવાઓમાં લાગેલા લોકો માટે સરળતાથી કામ કરી શકે તે માટે કામચલાઉ ધોરણે દેશના નેશનલ હાઈવે આવેલા ટોલ પ્‍લાઝા ટેક્‍સ નહીં આપવો પડે. કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું હતું કે, કોવિડ-૧૯ને જોતા આદેશ આપવામાં આવે છે કે, દેશના તમામ ટોલ પ્‍લાઝા પર ટોલ લેવાનું કામ બંધ કરવામાં આવે. આનાથી ઈમરજન્‍સી સેવામાં લાગેલા લોકોને જરૂરી સમય બચાવવામાં મદદ મળશે.

મંત્રીએ આ અંગે કહ્યું કે, રસ્‍તાઓનું સંચાલન અને ટોલ પ્‍લાઝા પર કટોકટીના સંસાધનોની હાજરી પહેલા જેવી જ રહેશે. આ અગાઉ કેન્‍દ્રીય પ્રધાને ભારતના નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI)ને દેશવ્‍યાપી બંધને લઈને ગૃહ મંત્રાલયના આદેશનું પાલન કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન પરિસ્‍થિતિને ‘અણધારી ઘટના' તરીકે જોઈ શકાય છે.

(3:08 pm IST)