મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ભલે પરેશાની થાય પણ

સંપૂર્ણ લોકડાઉનથી ૧૬૧ ગણા ઓછા થઇ શકે છે કેસ : અભ્‍યાસમાં ખુલાસો

નવી દિલ્‍હી તા. ૨૬ : ૨૧ દિવસનું લોકડાઉન કદાચ તમને તકલીફદાયક લાગી રહ્યું હોય, પણ કોરોના જેવા ચેપી વાયરસને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન જ સૌથી કારગત ઉપાય છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીનો એક અભ્‍યાસ જણાવે છે કે એક અઠવાડિયાના સંપૂર્ણ લોકડાઉનથી કોરોનાનું સંભવિત સંક્રમણ ૧૬૧ ગણા જેટલું ઓછું થઇ જાય છે. તે અવરજવર અને સોશ્‍યલ કવોરન્‍ટાઇન જેવા ઉપાયો કરતા વધુ કારગત છે.

 

અભ્‍યાસમાં જણાવાયું છે કે જો કોરોના વાયરસને રોકવાના ઉપાયો નહીં કરવામાં આવે તો ૧૫ મે સુધીમાં દર એક લાખ વ્‍યકિતએ ૧૬૧ લોકો કોરોનાનો શિકાર બનશે. જો દેશભરમાં આ દરમિયાન અવર-જવર પ્રતિબંધિત કરી દેવામાં આવે તો આ સંખ્‍યા ઘટીને દર એક લાખ વ્‍યકિતને સોશ્‍યલ કવોરન્‍ટાઇન કરી દેવામાં આવે તો દર એક લાખ વ્‍યકિતએ ૪ લોકો સંક્રમણનો શિકાર રહે. એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આ આંકડાને એક પર લાવી શકે છે. નિષ્‍ણાંતોનું માનીએ તો ત્રણ અઠવાડિયાનું લોકડાઉન કોરોના વાયરસના સંક્રમણને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે.

 

અભ્‍યાસમાં કહેવાયું છે કે જો કડક પ્રતિબંધો નહી મુકાય તો દેશમાં કોરોના સંક્રમણના કેસ અભ્‍યારે ફકત કેટલાક સો છે, તે આગામી અઢી મહિનામાં વધીને ૧૬ લાખથી ઉપર થઇ જશે. ત્‍યારે તેને રોકવા અશક્‍ય થઇ જશે. અભ્‍યાસમાં કહેવાયું છે કે વર્તમાન દર મુજબ ૧૫ એપ્રિલ સુધી કોરોના સંક્રમણ દેશમાં ૪૮૦૦ સુધી પહોંચી જશે. પછીના એક મહિનામાં એટલે કે ૧૫ મે સુધી ૯.૧૫ લાખ, એક જૂન સુધીમાં ૧૪.૬૦ લાખ અને ૧૫ જૂન સુધીમાં ૧૬.૩૦ લાખથી પણ વધી જશે. આ અભ્‍યાસના આંકડાઓ અત્‍યાર સુધીમાં સાચા પુરવાર થયા છે. અભ્‍યાસમાં ૧૭,૧૮ અને ૧૯ માર્ચે ભારતમાં ૧૧૯, ૧૨૬ અને ૧૩૩ કેસોની ભવિષ્‍યવાણી કરાઇ હતી. વાસ્‍તવમાં તે તારીખોએ ૧૪૨, ૧૫૬ અને ૧૯૪ કેસ નોંધાયા હતા.

 

કયો ઉપાય કેટલો કારગત

ઉપાય                            સંભવિત કેસ

કોઇ ઉપાય નહીં                ૧૬૧

અવરજવર પર પ્રતિબંધ        ૪૮

અવરજવર પર પ્રતિબંધ        ૦૪

+ સોશ્‍યલ કવોરન્‍ટાઇન

એક અઠવાડિયાનો સંપૂર્ણ       ૦૧

લોકડાઉન

 

કોઇ ઉપાય ન થાય તો

તારીખ         સંભવિત દર્દીઓ

૧૫ એપ્રિલ     ૪૮૦૦

૧૫ મે          ૯,૧૫,૦૦૦

૧ જૂન          ૧૪,૬૦,૦૦૦

૧૫ જૂન        ૧૬,૩૦,૦૦૦

(11:30 am IST)