મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

પુણેમાં યુગલને કોરોનાનો ચેપ લાગ્યો : સાજા થઈને ઘેર પહોંચ્યા : સોસાયટીએ કર્યું સ્વાગત

સોશ્યલ ડીસ્ટન્સનો પ્રેરણાદાયી કિસ્સો

મુંબઈ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે ભારતમાં પણ કોરોનાના કેસ વધતા રહ્યાં છે જેમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે તેવામાં પૂણેમાં એક પ્રેરણાદયક કિસ્સો સામે આવ્યો હતો, અહીં એક યુગલને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, તેઓ સાજા થઇને જ્યારે ઘરે પહોંચ્યા હતા ત્યારે પુરી સોસાયટીએ તેનું સ્વાગત કર્યું હતું.

(10:50 am IST)