મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

હિમાચલ પ્રદેશમાં એનઆઇટીની ૧૦ હોસ્ટેલના બે હજાર જેટલા રૂમને હોસ્પિટલમાં ફેરવી નાખ્યા

કોલકતામાં 2200 બેડવાળી હોસ્પિટલને આઇસોલેશન વોર્ડમાં ફેરવી નંખાઈ

સિમલા : હિમાચલ પ્રદેશે અહીં આવેલી એનઆઇટીની આશરે ૧૦ હોસ્ટેલના બે હજાર જેટલા રૂમને હોસ્પિટલમાં ફેરવી નાખ્યા છે, આ હોસ્ટેલોનો ઉપયોગ આઇસોલેશન સેન્ટર તરીકે કરવામાં આવશે. કોલકાતામાં આવેલી ૨૨૦૦ બેડ વાળી હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દીધુ છે જ્યારે જે લોકો સાજા થઇ જાય છે તેમને રવાના કરાયા છે. આ હોસ્પિટલને પણ આઇસોલેશન સેન્ટરમાં ફેરવી નાખવામાં આવી છે

(10:33 am IST)