મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કેરળઃ ફકત ૨૦ મિનિટમાં એક વ્યકિતએ ચાર લોકો સુધી પહોંચાડયો કોરોના વાયરસ

નવી દિલ્હી, તા.૨૬: દેશમાં કોવિડ-૧૯ એટલે કે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આવામાં કેરળના કોસરગોડથી એવા સમાચાર આવી રહ્યા છે કે, જેણે લોકોને હેરાન કરી દીધા છે. ધ ન્યૂઝ મિનિટના એક રિપોર્ટ પ્રમાણે કાસરગોડમાં બુધવારે કલેકટર ડી સજીથ બાબુએ કોરોના વાયરસના કેસને લઈને મોટ ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે કોવિડ-૧૯ ફકત ૨૦ મિનિટમાં એક વ્યકિતથી ચાર લોકોમાં ફેલાયો છે.

સજીથ બાબુએ જાણકારી આપી હતી કે બીજા નંબરનો દર્દી ૧૬ માર્ચે દુબઈથી કારસગોડ આવ્યો હતો. દર્દીએ તપાસ માટે નમૂના આપ્યા હતા અને તેને આઈસોલેશનમાં રહેવા માટે ઘરે મોકલી દીધો હતો. આ પછી તે દ્યરમાં વીસ મિનિટ માટે પોતાની માતા, પત્ની અને બાળકોને મળ્યો હતો જે ૨૦ માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેનો એક મિત્ર તેને એરપોર્ટ પર લેવા માટે ગયો હતો તે પણ પોઝિટિવ આવ્યો છે. બધા સંક્રમિત લોકોને હાલ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

દર્દી નંબર ૨ સિવાય પ્રશાસનને તે વ્યકિતના રિપોર્ટની પણ રાહ છે જે દર્દીના નંબર ૩દ્ગક્ન સંપર્કમાં આવ્યો હતો. તે વ્યકિત ૪૭ વર્ષનો હતો અને એરિયલનો રહેનાર વ્યવસાયી છે. જે દુબઈથી પરત ફર્યો હતો. એવું બની શકે કે તે ચાર જિલ્લાના હજારો લોકોના સંપર્કમાં આવ્યો હોય. કારણ કે તે ઘણી કલબો, ૩ લગ્ન અને એક અંતિમ સંસ્કાર સહિત ઘણા સાર્વજનિક સ્થળો પર સામેલ થયો હતો. આ વ્યકિત રાજયમાં લગભગ ૧૪૦૦ લોકોના સંપર્કમાં આવ્યો હતો.

(10:19 am IST)