મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

સાવધાન! :કોરાનાની મહામારી વચ્ચે NASAના નામે ફેક મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો

જનતા કર્ફ્યૂ સમયે તાળી અને થાળી વગાડવાના અવાજ બાદ કોરોના ભારતમાં નબળો પડ્યાના મેસેજ ખોટા

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રવિવારે દેશભરમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. લોકો દિવસભર પોતાના ઘરેમાં રહ્યા અને સાંજે પાંચ વાગ્યે તાળીઓ પાડીને કે થાળીઓ, શંખ વગેરે વાગાડીને મેડિકલ સેવાઓ સાથે જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો

  દરમિયાન કેટલાય હરખઘેલા લોકોએ આખા દિવસની મહેનત પર પાની ઢોળ કરતા તાયફા પણ કર્યા હતા જનતા કર્ફ્યુ રાત્રે નવ વાગ્યા સુધીનો હોવાનું પણ ભુલી જઈને જાહેરનામા અને જનતા કર્ફ્યુનો ભગ કર્યાનો ઉસ્તાહ બતાવ્યો હતો અને કેટલાક સોશિયલ મીડિયા પર ફેક મેસેજ ફેલાવનારા પણ શાંત રહ્યા. તેઓ ખોટા સંદેશ લોકો સુધી પહોંચાડતા રહ્યા.હતા

  દર વર્ષે દીવાલીના આગલા દિવસે ભારતના નક્શાની એક ફેક તસવીર તમે જુઓ છો. દાવો કરવામાં આવે છે કે તસવીર NASA લીધી છે. કંઈક આવું જનતા કર્ફ્યૂ બાદ પણ જોવા મળ્યું. દાવો કરવામાં આવ્યો કે તાળી વગાડવાનો વીડિયો નાસાએ લાઇટ ટેલિકાસ્ટ કર્યો. એટલું નહીં એવો પણ દાવો કરવામાં આવ્યો કે NASAના સેટેલાઇટે એવું પણ જોયું કે જનતા કર્ફ્યૂ સમયે તાળી અને થાળી વગાડવાના અવાજ બાદ એક સાઉન્ડ વેબ ક્રિએટ થયો અને કોરોના વાયરસ ભારતમાં નબળો પડી ગયો.

થોડીક વારમાં મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લોકો સમજ્યા વગર તેને શૅર કરવા લાગ્યા. હકિકત હતી કે મેસેજ ફેક હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે NASA ધરતીથી કોઈ અવાજ રેકોર્ડ નથી કરી શકતું. તો તેમની પાસે કોઈ તરંગને રેકોર્ડ કરવાની ક્ષમતા છે.

(9:33 am IST)