મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોના વાઇરસ : શ્રીલંકામાં કર્ફ્યુ : નિયમનો ભંગ કરનારની ધરપકડ કરી કડક કાયદેસર કાર્યવાહી કરાશે

કોલંબો : કોરોના વાઇરસના કહેરને ધ્યાને લઇ શ્રીલંકામાં 20 માર્ચથી કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે.જેનો ભંગ કરનારની સ્થળ ઉપરજ કોઈપણ જાતના વોરંટ વિના ધરપકડ કરાઈ રહી છે.તથા તેના ઉપર કડક કાયદેસર કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે.
છેલ્લા 24 કલાકમાં નિયમનો ભંગ કરનાર 420  નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.તથા 102  વાહનો જપ્ત કરાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)