મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

અમેરિકામાં વસતા ભારતીય મૂળના હોટેલ માલિકોની પ્રશંસનીય સેવા : ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સને વિનામૂલ્યે રહેવા તથા જમવાની સુવિધા આપશે

ન્યુજર્સી : અમેરિકામાં વસતા ભારતીય મૂળના હોટેલ તથા મોટેલ માલિકોએ વતનની સંસ્કૃતિ ઉજાગર કરી બતાવતી પ્રશંસનીય પ્રવૃત્તિ હાથ ધરી છે.જે મુજબ તેઓએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને વિનામૂલ્યે રહેવા તથા જમવા માટે સેવા આપવા કમર કસી છે.આ માટે એક વ્હોટ્સ એપ ગ્રુપ પણ બનાવ્યું છે. જેના નેજા હેઠળ તેઓ સતત ભારતીય એમ્બસીના સંપર્કમાં પણ રહે છે.
આ ગ્રુપ દ્વારા ન્યુજર્સી ,ન્યુયોર્ક ,વર્જિનિયા ,સહિતના વિસ્તારોના હોટેલ માલિકો જોડાયા છે.અને ઉપરોક્ત સેવાઓ  શરૂ કરી દીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)