મુખ્ય સમાચાર
News of Tuesday, 26th March 2019

પાકિસ્તાનની નિલમ ઘાટીમાં આવેલ પવિત્ર શારદા પીઠ કોરીડોર કાશ્મીરી પંડિતો માટે ખોલી આપવા ઇમરાન ખાનની મંજૂરી

ત્રણ દેવીઓના મિલાપ સાથે બનેલ મા શકિતનું સ્વરૂપ છે

ઈસ્લામાબાદ તા. ૨૬ : પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરી હિંદુઓની ભાવનાને ધ્યાનમાં રાખી શારદા પીઠ કોરિડોર ખોલવાનો ફેસલો લીધો છે. આ કોરિડોર ખોલવા માટે કાશ્મીરી હિંદુઓ છેલ્લા કેટલાય વર્ષથી માંગ કરી રહ્યા હતા. ગત વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો ખોલવા પર વિચાર કરી રહ્યા છે. એ સમયે ભારતીય મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાન ખાને પીઓકે સ્થિત શારદા પીઠ અને પંજાબ પ્રાંતમાં સ્થિત કટાસરાજ મંદિરનો ઉલ્લેખ કર્યો.હતો

જમ્મુ અને કાશ્મીરના જાણીતા પ્રોફેસર અયાઝ રસૂલ નાજકી વર્ષ ૨૦૦૭માં શારદા પીઠ ગયા હતા અને તેઓ પહેલા ભારતીય હતા જેમણે આ શ્રાઈન જોયું હતું. આ શ્રાઈન કાશ્મીરી પંડિતો માટે બહુ મહત્વનું છે.શારદા પીઠને શારદા પીઠમ પણ કહેવાય છે અને આ નીલમ ઘાટીમાં સ્થિત શારદા યૂનિવર્સિટીની સામે છે. પીઓકેમાં લાઈન ઓફ કન્ટ્રોલ સ્થિત મુઝફફાબાદથી આ ૧૬૦ કિમી દૂર એક નાના ગામમાં આવે છે. આ ગામને શારદી અથવા સારદી કહેવાય છે. આ ગામમાં નીલમ નદી જેને ભારતમાં કિશનગંગાના નામે ઓળખાય છે, જે મધુમતિ અને સરગનુની ધારાને મળે છે ત્યાં આવેલ છે.

શારદા પીઠ ન માત્ર હિંદુઓ જ બલકે બૌદ્ઘ ધર્મના અનુયાયિઓ માટે પણ મહત્વનું છે. અહીંથી કાલહાના અને આદિ શંકર જેવા દાર્શનિક નિકવ્યા હતા. કાશ્મિરી પંડિત શારદા પીઠને ભારે મહત્વનું માને છે અને કહે છે કે આ ત્રણ દેવિઓથી મળીને બનેલ માં શકિતનું સ્વરૂપ છે- શારદા, સરસ્વતી અને વાગદેવી જેને ભાષાની દેવી માનવામાં આવે છે.

 

(11:33 am IST)