મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

SBIના ચેરમેન રાજનીશકુમારે કહ્યું '31 મે સુધી મળી જશે જેટ એરવેઝના નવા રોકાણકાર અને ખરીદદાર

9મી એપ્રિલે નિમંત્રણ પત્રિકા અને 30મી એપ્રિલે બોલી સોંપવામાં આવશે

 

નવી દિલ્હી :એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે આગામી 31મી મેં સુધીમાં જેટ એરવેઝને નવા રોકાણકાર અને ખરીદદાર મળી જશે SBIને આશા છે કે દેવામાં ડુબેલી જેટ એરવેરઝના નવા માલિક મેના અંત સુધીમાં મળી શકે છે. કંપનીના સ્થાપક નરેશ ગોયલ પાસે ભવિષ્યમાં પોતાની ભાગીદારી 25 ટકાથી વધારવાનો વિકલ્પ રહેશે.

    એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે  જુન સુધી ઘણી વાર લાગશે મારા મતે 31મી મે સુધી રોકાણકારો દ્વારા કંપનીને ખરીદી લેવામાં આવે અથવા તો રોકાણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે, જેટ એરવેઝ માટે નિમંત્રણ પત્રિકાઓ 9મી એપ્રીલે બહાર પડાશે. જ્યારે 30મી એપ્રીલે બોલી સોપવામાં આવશે

એસબીઆઈની આગેવાનીમાં બેંકોનો સમૂહ કંપનીમાં 51 ટકાની ભાગીદારી મેળવવા માટે 1500 કરોડ રૂપિયા રોકવા માટે સહમત થયો છે. રોકાણ બાદ રૂપિયા 11.4 કરોડના શેર બહાર પાડવામાં આવશે. શેર બહાર પડતા નરેશ ગોયલની ભાગીદારી 50 ટકાથી ઘટીને 25 ટકા થઈ જશે, જ્યારે અબુધાબીના એતિહાદ એરવેઝની ભાગીદારી 24 ટકાથી ઘટીને 12 ટકા થઈ જશે. બેન્કોનો સમૂહ નવા રોકારણકારો માટે બોલીની પ્રક્રિયા શરૂ કરશે જે મે મહિનાના અંત સુધીમાં સમાપ્ત થવાની શક્યતા છે.

 

(1:11 am IST)