મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

દેખાવો કરવાના મૂળભૂત અધિકાર અને તેની મર્યાદા વચ્ચે પાતળી ભેદરેખા છે : આરોપીએ તોડફોડ કરી હતી કે ગુંડાગીરી આચરી હતી તે નક્કી કરવાનું કામ સેશન્સ કોર્ટનું છે : દલિત એક્ટિવિસ્ટ મહિલા નુદીપ કૌરના જામીન મંજુર કરતી વખતે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટની ટકોર

પંજાબ : દલિત એક્ટિવિસ્ટ મહિલા નુદીપ કૌરના જામીન મંજુર કરતી વખતે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટએ  ટકોર કરતા જણાવ્યું હતું કે દેખાવો કરવાના મૂળભૂત અધિકાર અને તેની મર્યાદા વચ્ચે પાતળી ભેદરેખા છે . આરોપીએ તોડફોડ કરી હતી કે ગુંડાગીરી આચરી હતી તે નક્કી કરવાનું કામ સેશન્સ કોર્ટનું છે .

કોર્ટે નોંધ્યું હતું કે વિરોધ પ્રદર્શન વખતે હિંસા આચરાઈ હોવાની ફરિયાદ છે. જે અંગે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો છે, પરંતુ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન વખતે મર્યાદા ઓળંગાઈ ગઈ કે નહીં તેની સુનાવણી કરવાનું કામ સેશન કોર્ટનું છે.જે અંગેની તપાસ ચાલી રહી છે તે સંજોગોમાં જામીન ઉપર રોક લગાવવાનું કોઈ કારણ નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)