મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

ચૂંટણીપંચ દ્વારા આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

૬ એપ્રિલે કેરળમાં એક જ તબક્કામાં મતદાન પૂરૂ થશે : આસામમાં ૨૭ માર્ચથી ૬ એપ્રિલ સુધીમાં ૩ તબક્કે મતદાન : ૨જી મે એ પરિણામ : તામિલનાડુમાં ૬ એપ્રિલે તમામ બેઠકો પર મતદાન : પુડ્ડુચેરીમાં પણ ૬ઠ્ઠીએ મતદાન : પશ્ચિમ બંગાળમાં ૮ તબક્કે થશે મતદાન : ૨૭મીએ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે : કુલ ૮૬ કરોડ મતદાતાઓ ૨.૭ લાખ બુથ ઉપર મતદાન કરશે

અસમમાં ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૭ માર્ચના રોજના થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન ૧ એપ્રિલના રોજ તેમજ ત્રીજા તબક્કાનું મતદાન ૬ એપ્રિલના રોજ યોજાશે. જ્યારે તેનું પરિણામ ૨ મે ૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવશે.

ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે ૮૦ વર્ષથી ઉપરના લોકો, અપંગ લોકો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો, જેને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવશે પોસ્ટ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. તમામ ચૂંટણી અધિકારીઓનું કોરોના રસીકરણ થશે. મતદાનનો સમય ૧ કલાક વધુ રહેશે. અરોરાના જણાવ્યા મુજબ ૫ રાજ્યોમાં ૮૨૪ વિધાનસભા બેઠકો છે. આ વખતે અહીં ૧૮.૬૮ કરોડ મતદાતાઓ છે અને ત્યાં ૨.૭ લાખ મતદાન મથકો હશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું કે અમે ચૂંટણી થનારા આ ૫ રાજ્યોની અનેક વાર મુલાકાત લીધી છે. ૩૧ મેએ આસામ વિધાનસભાનો અને ૨૪ મેએ તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ રાજ્યોમાં ૮૨૪ વિધાનસભા વિસ્તાકેરલમાં એક જ તબક્કામાં મતદાન થશે.

(5:59 pm IST)