મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

હિમાલયનાં તળાવમાંથી મળી આવેલ માનવ હાડપિંજર મોટાભાગના યુવાનોના

રૂપકુંડમાંથી મળી આવેલ માનવ હાડપિંજર બન્યો રહસ્યનો વિષય

નવી દિલ્હી : હિમાલયની ઊંચાઈ પર આવેલ એક તળાવ રહસ્યો શોધનો વિષય બન્યું છે. આ તળાવ રૂપકુંડ તરીકે ઓળખાય છે. તેમાંથી મળી આવેલ  ઁમાનવ હાડપિંજરઁનું રહસ્ય ખૂબ જ જટિલ અને રહસ્યમય છે. તેમના વિશે અનેક અટકળો થઈ રહી છે. તળાવમાં ત્રણસોથી આઠસો લોકોનાં હાડકાં હોવાનું કહેવામાં આવે છે. ૧૯૪૨ માં બ્રિટીશ ફોરેસ્ટ ગાર્ડ દ્વારા આ હાડપિંજરની પ્રથમ નોંધ લેવામાં આવી હતી. આ હાડપિંજરની ૨૦૧૯ માં ડીએ એનએ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. નેચરલ કમ્યુનિકેશન જર્નલમાં આ અહેવાલ પ્રકાશિત થયો હતો. જાણવા મળ્યું હતું કે તળાવમાંથી મળી આવેલા સેંકડો પુરૂષોનાં હાડપિંજરમાંથી ઓછામાં ઓછા ૧૪ લોકો દક્ષિણ એશિયાના નથી. તેમના જનીનો આધુનિક ભૂમધ્ય લોકો સાથે મળતા હતા. રૂપકુંડના રહસ્ય અંગે ઘણા વિદેશી વૈજ્ઞાનિકોએ પોતાનો અભિ-ાય આપ્યો છે.

વિવિધ યુદ્ધોમાં માર્યા ગયા-

રૂપકુંડનો સૌથી રહસ્યમય પાસું તે છે કે આ આ હાડપિંજર આવ્યા ક્યાંથી ??એવું માનવામાં આવે છે કે તેમાં પુરુષ અને સ્ત્રી બંનેમાં હાડપિંજર છે. તેમાંના મોટાભાગના યુવાન છે. તેઓ અલગ યુદ્ધ દરમિયાન માર્યા ગયા હશે. ઉત્તરાખંડનું રૂપકુંડ તળાવ સમુદ્ર સપાટીથી ૫,૦૨૯ મીટર ઉપર છે. અહીં હાડપિંજરને કારણે, તેને સ્કેલેટન લેક પણ કહે છે. તળાવની આજુબાજુ બરફથી ઢંકાયેલા પર્વતો છે. તળાવ લગભગ ૨ મીટર ઊંડું છે.આ તળાવ નંદા દેવી યાત્રા માર્ગ પર આવેલ છે. કહેવાય છે કે રાજાએ નંદા દેવીને નારાજ કર્યા હતા તેથી નંદા દેવીને પ્રસન્ન કરવા માટે રાજાએ આ યાત્રા રવાનાં કરી હતી અને નર્તકિયોને નચવવામાં આવી હતી જેથી દેવી વધુ ક્રોધિત બની હતી.

(4:02 pm IST)