મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

પત્ની ગુલામ નથી

ચા ન બનાવી આપનાર પત્નીને ધોકાવનાર પતીની સજા કાયમ રાખતી હાઈકોર્ટ

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે પત્ની પર જીવલેણ હુમલો કરવાના કેસમાં ૩૫ વર્ષની એક વ્યકિત પરના આરોપો સાબિત માનતા કહ્યું કે પતિ માટે ચા બનાવવાની ના પાડવી તે પત્નીને મારવા માટેના ઉશ્કેરાટના કારણ તરીકે ન સ્વીકારી શકાય. કોર્ટે કહ્યું કે પત્ની કોઈ ગુલામ કે વસ્તુ નથી.

જજ રેવતી મોહિતે ડેરેએ આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલ આદેશમાં કહ્યું કે લગ્ન એ સમાનતા પર આધારિત ભાગીદારી છે પણ સમાજમાં પિતૃસત્તાની માન્યતા હજુ પણ ચાલી રહી છે અને હજુ પણ એવું માનવામાં આવે છે કે મહિલાએ પુરૂષની સંપત્તિ છે જેના લીધે પુરૂષ એવું વિચારવા લાગે છે કે મહિલા તેની ગુલામ છે. હાઈકોર્ટે ૨૦૧૬માં એક સ્થાનિક અદાલત દ્વારા સંતોષ અખ્તર (૩૫)ને આપેલી ૧૦ વર્ષની જેલની સજા કાયમ રાખી છે.

(3:18 pm IST)