મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

ગુજરાત સરકાર ભુલ સ્વીકારી 'નરેન્દ્ર મોદી' સ્ટેડીયમ નામ પાછુ ખેંચે

નરેન્દ્ર મોદી સ્ટેડીયમને લઇને ભાજપમાંથી પણ ઉઠયો વિરોધનો સૂર : હવે સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પછાડયો ધોકો : ગુજરાત સરકાર સ્વીકારી લ્યે કે સ્ટેડીયમનું નામ બદલતી વેળાએ મોદીની સલાહ લેવામાં આવી ન્હોતી

નવી દિલ્હી તા. ૨૬ : ગુજરાતના અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ 'મોટેરા'નું નામ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરવાના સરકારના નિર્ણય પર બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક સલાહ આપી છે. સ્વામીએ કહ્યું કે, ગુજરાત સરકારને નરેન્દ્ર મોદી નામ પાછું ખેંચી લેવું જોઇએ અને કહેવું જોઇએ કે આવું કર્યા પહેલા અમે તેમની સલાહ નહોતી લીધી.

ગુજરાતના અમદાવાદમાં આવેલ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના નામ બદલવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ઘણા બધા નેતા અને લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેડિયમનું નામ બદલવું એ સરદાર વલ્લભ ભાઈ પટેલનું અપમાન છે. જોકે સરકારના મંત્રીઓ એવો તર્ક આપી રહ્યા છે કે આખા સ્પોર્ટ્સ પરિસરનું નામ સરદાર પટેલના નામ પરથી જ રાખવામાં આવ્યું છે અને માત્ર સ્ટેડિયમનું નામ જ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે.

એક તરફ જયાં સરકાર વિપક્ષના હુમલાઓનો જવાબ આપી રહી છે ત્યાં હવે ભાજપના જ દિગ્ગજ નેતાએ સરકારના આ નિર્ણય સામે આડકતરી રીતે હુમલાઆઙ્ખ કરી દીધા છે. છેલ્લા ઘણા સમયથીસુબ્રમણ્યમ સ્વામીમોદી સરકારના ઘણા નિર્ણયો સામે નિવેદનો આપતા રહે છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને આજે તેમણે આજે સવારે પીએમ મોદીનું જ એક ભાષણ લઈ આવ્યા. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાષણમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ લીધું હોય તે ભાષણનો ટુકડો સ્વામીએ ટ્વિટ કર્યો. તે બાદ સુબ્રમણ્યમ સ્વામીએ તે બાદ વધુ એક ટ્વિટ કર્યું અને કહ્યું કે તો કોણ હતું જે જુઠ્ઠું બોલ્યા કે મોદી સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું અને સરદાર પટેલ સ્ટેડિયમ ન હતું?

સ્વામી અહિયાં જ ન રોકાયા આગળ તેમણે કહ્યું કે ગુજરાતના જમાઈ તરીકે રાજયમાંથી ઘણા બધા લોકોએ મારા પાસેતેમની પીડા વ્યકત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાત સરકારને સલાહ આપતા કહ્યું કે મારી ગુજરાત સરકારને સલાહ છે કે નામના પરિવર્તનમાં મોદીની સલાહ લેવામાં આવી ન હતી અને તે માટે નામ પાછું લેવામાં આવે છે તેવી જાહેરાત કરે.આ સિવાય એક યુઝરના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ અમદાવાદના નામને લઈને પણ સવાલ પૂછી નાખ્યો કે કર્ણાવતીનું શું થયું?

(3:12 pm IST)