મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

અનોખો ચાવાળોઃ જયાં મળે છે અલગ અલગ ૧૦૦ પ્રકારની ચાઃ ૧૨ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા છે ભાવ

કોલકતા, તા.૨૬: જો તમે દરરોજની રૂટિન ચા અને રેસ્ટોરંટની ચાથી કંટાળી ગયા હોવ તો, કલકત્તામાં પહોંચી જાવ. અહીં એક નાના એવા સ્ટોલમાં તમને અલગ અલગ પ્રકારની ૧૦૦થી પણ વધારે વેરાયટીની ચા મળી જશે. કલકત્તાના મુકુંદપુરમાં એક છતરી લગાવીને નાની એવી ચાની દુકાન ચાલે છે. જયાં થોડીક પ્લાસ્ટિકની ખુરશીઓ લાગેલી હશે. અહીં ૧૦૦૦ રૂપિયાની સ્પેશિયલ ચા પણ મળે છે.

આપને જાણીને નવાઈ લાગશે પણ અહીં ચાના સ્ટોલ પર ૧૦૦ પ્રકારની ચા મળે છે, એ પણ અનોખી ટેસ્ટ સાથે. અહીં ૧૨ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીની ચા પણ મળે છે. જે હકીકતમાં Bo-Lay Tea છે, જેની કિંમત ૩ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.અહીં અન્ય ચાની વેરાયટીમાં સિલ્વર નીડલ વાઈટ ટી, લેવેન્ડર ટી, હિબિસ્કસ ટી, વાઈન ટી, તુલસી ઝિંઝર ટી, બ્લૂ ટિશ્યન ટી, તીસ્તા વૈલી ટી, મકઈબારી ટી, રૂબિયોસ ટી અને ઓકટી ટી પણ શામેલ છે.

ચા સ્ટોલના માલિક પાર્થ પ્રતિમ ગાંગુલી જે, પહેલા નોકરીનું પ્લાનિંગ કરી રહ્યો હતો, પણ મેળ પડ્યો નહીં, તેથી તેણે નાની એવી ચાની દુકાન ખોલી અને પોતાના ધંધો શરૂ કર્યો. તેણે ૨૦૧૪માં નિર્જશ નામની દુકાન ખોલી, થોડા સમયમાં જ તેમાં સફળતા મળી. પાર્થ ફકત ચા જ નથી વેચતો, પણ તેને ચા વિશેની તમામ જાણકારી પણ માલૂમ છે.

(12:53 pm IST)