મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

કંગના રનૌત કેસ

મુંબઇ ક્રાઇમ બ્રાંચે ઋતિક રોશનને પાઠવ્યુ સમન

મુંબઇ, તા.૨૬: મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરીએ ઋતિકને હાજર થવું પડશે. આ કેસમાં ઋતિક અને કંગના બંનેએ કથિત રીતે એકબીજાને ઇમેઇલ્સ મોકલ્યા હતા.

આ સમન વર્ષ ૨૦૧૬થી જોડાયેલા કેસમાં છે જેને બે મહિના પહેલા જ સીઆઇયુને ટ્રાંસફર કરી દેવામાં આવ્યા હતા. તે કેસમાં ફરિયાદી પણ ઋતિક રોશન જ છે. કંગનાથી જોડાયેલા આ કેસમાં પહેલા સાઇબર પોલીસ સ્ટેશન ઇન્વેસ્ટીગેશન કરી રહ્યુ હતુ. ઋતિક રોશને ૫ વર્ષ પહેલા ફરિયાદ નોંધાવી હતી. કંગના સાથે જોડાયેલો આ વિવાદ ઘણા મહિના સુધી ખુબ જ ચર્ચામાં રહ્યો હતો અને બંનેએ એક બીજાને લીગલ નોટીસ પણ મોકલી હતી. માટે કંગનાનુ પણ સ્ટેટમેન્ટ લેવામાં આવે તેવી સંભાવના છે.

ઋતિક રોશનને વર્ષ ૨૦૧૩-૧૪માં તેના મેલ આઇડી પર ઘણા બધા મેઇલ્સ આવ્યા હતા. પ્રસિદ્ઘ વકીલ મહેશ જેઠમલાણીએ મુંબઇ કમિશ્નરને આ સંદર્ભમાં જ ડિસેમ્બર ૨૦૨૦માં એક પત્ર લખ્યો હતો કે આ કેસમાં કોઇ જ પ્રગતિ થઇ નથી. તે બાદ મુંબઇ પોલીસ કમિશ્નરે આ કેસ સાઇબર સેલને ટ્રાંસફર કરી દીધો હતો.

કંગનાએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે તે ઋતિક સાથે રિલેશનશીપમાં હતી અને તેણે લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો હતો. જે બાદ બંને વચ્ચે ઘણો સમય લીગલ નોટિસનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

(12:53 pm IST)