મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

દલિત લેબર એક્ટિવિસ્ટ નુદીપ કૌરના જામીન મંજુર : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે ત્રીજા કેસમાં પણ જામીન મંજુર કરતા જેલમુક્ત થશે : દંગલ કરવાનો ,હત્યાનો પ્રયાસ ,તથા કર્મચારીને નોકરીમાં બાધારૂપ થવાના આરોપ સાથે 12 જાન્યુઆરીના રોજ ધરપકડ થઇ હતી

હરિયાણા : દલિત લેબર એક્ટિવિસ્ટ નુદીપ કૌરના જામીન મંજુર થયા છે.આ અગાઉ બે કેસમાં તેના જામીન મંજુર થયા હતા પરંતુ ત્રીજા કેસમાં મંજુર થવાના બાકી હોય તેને જેલમુક્ત કરાઈ નહોતી.હવે ત્રીજા કેસમાં પણ તેના જામીન મંજુર થતા તે જેલમુક્ત થઇ શકશે.

નુદીપ ઉપર ત્રીજો કેસ, કલમ 7૦7 (હત્યાનો પ્રયાસ), કલમ ૧66 (દંગલ), અને કલમ 353 ( જાહેર કર્મચારીને તેની ફરજ નિભાવવામાં રોકવા માટે હુમલો કરવો ) હેઠળ  આરોપ છે.

ન્યાયાધીશ શ્રી અવનીશ જિંગન્ને આજે સવારે નુદીપના જામીન મંજુર કરવાની સાથોસાથ તમામ તબીબી અહેવાલો માગ્યા હતા જે મુજબ અટકાયત દરમિયાન તેના ઉપર કોઈ જોરજુલમ થયા હતા તેવા  કૌરના આક્ષેપો સાચા છે કે નહીં.

નામદાર કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું હતું કે કૌર ઉપર લગાવાયેલા હત્યાના આક્ષેપોમાં વજૂદ નથી.

ઉલ્લેખનીય છે કે 12 જાન્યુઆરીના રોજ અન્ય 20 લોકો સાથે તેણે કુંડલી ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં દેખાવો કર્યા હતા જેમાં વેતનની માંગ કરી હતી જે અંતર્ગત પોલીસ સાથે અથડામણ થઇ હતી.તેની સામે સૂઓ મોટો કેસ નોંધાયો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)