મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

સાંજે 4.30 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ: પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થવા સંભવ

નવી દિલ્હી : ચૂંટણી પંચ આજે શુક્રવારે સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈઆઈએ આ અંગે માહિતી આપી છે

 પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ચૂંટણી પંચની બેઠક પણ મળી હતી.

(12:16 pm IST)