મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

કોરોના વેકસીન : મોદીથી શીખે બીજા દેશ : WHO

તમારા કારણે ૬૦ દેશોને વેકસીન મળી : WHOના ચીફે કર્યા મોદીના વખાણ

નવી દિલ્હી,તા. ૨૬: કોરોના વાયરસની વેકસીનને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પીએમ મોદીના વખાણ કર્યા છે. તેઓએ તેમનો આભાર માન્યો છે. WHO પ્રમુખ ટેડ્રોસ એડેહનમ ગ્રેબ્રેયેસસે ગુરુવારે કહ્યું કે કોવેકસ અને કોરોનાની વેકસીનના ડોઝને પહોંચાડવામાં તમારી પ્રતિબદ્ઘતા ૬૦થી વધુ દેશના સ્વાસ્થ્ય કર્મીઓ અને પ્રાથમિક સમૂહના વેકસીનેશનને શરૂ કરવામાં મદદ સમાન રહી છે. WHO પ્રમુખે કહ્યું કે અન્ય દેશો આ ઉદાહરણને અનુસરશે.

ઉલ્લેખનીય છે કે ભારતે કોરોના વાયરસની વિરુદ્ઘમાં એકતા દેખાડવાની સાથે દુનિયાના અન્ય દેશને મદદ અને કોર્મશિયલ સપ્લાયના આધારે અત્યાર સુધીમાં કોરોનાની વેકસીનના ૩૬૧.૯૧ લાખ ડોઝ પહોંચાડ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રી વાસ્તવે કહ્યું કે અનેક દેશોને કોરોનાની વેકસીનના ૬૭.૫ લાખ ડોઝ અનુદાન સહાયતાના રૂપમાં અપાયા છે. જેમાં કોર્મશિયલ સપ્લાયના રૂપમાં ૨૯૪.૪૪ લાખ ડોઝ મળ્યા છે.

ભારતમાં હાલમાં ૨ વેકસીન છે જેને ઈમરજન્સી માટેની મંજૂરી મળી છે. સરકારની તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેકસીન અભિયાન પણ ચાલી રહ્યું છે. સરકાર જે ૨ વેકસીનને મંજૂરી આપી ચૂકી છે તેમાં એક સ્વદેશી વેકસીન કોવેકસીન સામેલ છે. આ વેકસીનને ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)વિકસિત કરી છે.

કોરોના વાયરસની વેકસીનને લઈને WHOએ પીએમ મોદીના વખાણ કરતાં તેમનો આભાર પણ માન્યો છે. WHO પ્રમુખે કહ્યું કે કોવેકસ અને કોરોનાની વેકસીનને પહોંચાડવામાં તમારી પ્રતિબદ્ઘતાથી ૬૦ દેશના સ્વાસ્થ્ય કર્મીઓ અને પ્રાથમિક સમૂહનું વેકસીનેશન કરવામાં મદદ મળી રહી છે. WHO પ્રમુખે વધુમાં કહ્યું છે કે અન્ય દેશ પણ તમારા આ ઉદાહરણને અનુસરશે.

આ પહેલા પણ WHOએ કોરોના વાયરસની બીમારીને ફેલાતી અટકાવવાના પ્રયાસોને લઈને ભારતના વખાણ કર્યા હતા. WHOના તરફથી કહેવાયું કે દેશમાં સંક્રમણની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. WHOના ભારત પ્રતિનિધિ રોડેરિકો ઓફ્રીને કહ્યું હતું કે ૩ મહિનાથી વધારે સમયથી ભારતમાં કોરોનાના કેસ સતત દ્યટી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે જનસંખ્યાના બચાવને લાઈને આ એવું છે જેની પર ભારતને ગર્વ થશે. વેકસીનેશન અભિયાનની પ્રતિક્રિયામાં તેમના પરિશ્રમ, અનુશાસન અને જોશને જોયો છે તે સફળ રહ્યો છે. ૨૨ દિવસમાં લગભગ ૬ મિલિયન ડોઝ લગાવવામાં આવ્યા છે. વેકસીનેશનની આ પ્રોસેસ ખૂબ જ ઝડપી છે.

(11:37 am IST)