મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

સમલૈંગિક લગ્નને લઇને દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામુ: કાયદો પુરૂષ-મહિલાના લગ્નને જ મંજૂરી આપે

દેશના કાયદા-સામાજીક માન્યતાઓના આધારે મંજૂરી ન આપી શકાય

 

નવી દિલ્હી :સમલૈંગિક લગ્નને લઇ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું છે. જેમાં કેન્દ્રએ જણાવ્યુ છે તે દેશના કાયદાને સામાજીક માન્યતાઓના આધારે મંજૂરી ન આપી શકાય.

કેન્દ્રએ સોગંદનામામાં જણાવ્યું કે, કાયદો પુરૂષ-મહિલાના લગ્નને જ મંજૂરી આપે છે. સમલૈંગિક લોકો લગ્નને પોતાનો મૂળ અધિકાર હોવાનો દાવો નથી કરતા.

જ્યારે બે સમલૈંગિક સાથે રહે, સેક્સુઅલ રિલેશન બનાવવા એક અલગ વાત.

કેન્દ્રએ સોગંદનામામાં જણાવ્યુ કે સમલૈંગિક સંબંધોની સરખામણી સામાજીક પરિવેશમાં પરિવાર સાથે ન કરી શકાય. લગ્નેત્તર સંબંધોને કાયદાકીય માન્યતા આપવાનું કામ સંસદનુ છે. કોર્ટે આ બાબતમાં દખલ ન કરવી જોઇએ આવી અરજીઓ રદ્દ કરવી જોઇએ.

કેન્દ્ર સરકારે તેના સૌગંદનામામાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈન્ડીયન પીનલ કોડ હેઠળ કલમ 377 ને અપરાધ ગણવામાં આવ્યો નથી તેમ છતાં પણ અરજદારો દેશના કાયદા હેઠળ સજાતિય લગ્નના મૂળભૂત અધિકારનો દાવો ન કરી શકે અને આર્ટીકલ 21 કાયદા દ્વારા નિયત પ્રણાલીને અધીન છે અને તેને (આર્ટિકલ 21) દેશના કાયદા હેઠળ સજાતિય લગ્નની માન્યતાના મૂળભૂત અધિકારને સામેલ કરવા વિસ્તારિત ન કરી શકાય.

(12:43 am IST)