મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

યુરોપમાં સૌથી મોટી કોકેન દાણચોરીનો પર્દાફાશ : 23 ટન કોકેન ઝડપાયું: ડ્રગ્સની કિંમત અબજો યુરો

પેરાગ્વેથી હેમ્બર્ગ પહોંચેલું કન્ટેનરમાં 16 ટન કોકેન અને બેલ્જિયમમાં 7.2 ટન કોકેન જપ્ત ફોટો koekn

યુરોપિયન કસ્ટમ્સ અધિકારીઓએ યુરોપમાં અત્યાર સુધીની સૌથી મોટી કોકેન દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. જર્મની અને બેલ્જિયમ જઇ રહેલી શિપમેન્ટમાં કસ્ટમ્સ અધિકારીઓ અને પોલીસે 23 ટન કોકેન જ્પ્ત કર્યુ છે. આટલી મોટી માત્રામાં કોકેન જોઈને અધિકારીઓ અને પોલીસકર્મીઓ આશ્ચર્યચકિત થઇ ગયા. આ ડ્રગ્સની કિંમત અબજો યુરો હોવાનું નોંધાયું છે.

જર્મન કસ્ટમના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ પેરાગ્વેથી હેમ્બર્ગ પહોંચેલું એક કન્ટેનરમાં 16 ટન કોકેન જપ્ત કર્યું છે. આ ઉપરાંત બેલ્જિયમમાં 7.2 ટન કોકેન પણ જપ્ત કરાયું છે.

રાષ્ટ્રીય ડચ કાર્યાલયે જણાવ્યું હતું કે આ પહેલા એક સમયે આટલા મોટા પ્રમાણમાં કોકેન જપ્ત કરવામાં આવ્યું ન હતું.

હેમ્બર્ગ ઓફિસે જણાવ્યું હતું કે કેટલીક યુરોપિયન કસ્ટમ્સ ઓફિસોએ પેરાગ્વેથી આવતા પાંચ કન્ટેનરમાં ડ્રગ છુપાવ્યાની જાણ કરી હતી. ત્યારબાદ અમે 12 ફેબ્રુઆરીએ દરોડા પાડ્યા અને મોટી માત્રામાં કોકેન કબજે કર્યું. અધિકારીઓએ ત્રણ કન્ટેનરમાં કેટલીક અનિયમિતતા જોવા મળી. આ કન્ટેનરમાં ટીનની અંદર ભરેલું હતા.

અધિકારીઓએ આ કન્ટેનરની કડક તપાસ શરૂ કરી હતી. જેમાં 1,700 કેનની અંદર કોકેન ભરેલું મળ્યું હતુ. નેધરલેન્ડ્સના વકીલે જણાવ્યું હતું કે, “આ શિપમેન્ટ માટે નોંધાયેલા દસ્તાવેજો દ્વારા અમને એક વ્યક્તિની ખબર પડી જેની ધરપકડ કરવામાં આવી છે.”

બેલ્જિયન કસ્ટમ અધિકારીઓને આ વિશે જાણ કરવામાં આવી હતી અને લાકડાના બ્લોકથી ભરેલા કન્ટેનરમાં છુપાયેલું 7.2 ટન કોકેન જપ્ત કર્યું. હેમ્બર્ગ કસ્ટમના અધિકારીઓના મતે આ કોકેનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અબજો યુરો છે

(12:18 am IST)