મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ABVPનાં સુપડાં સાફ : કોંગ્રેસ અને સપાના વિદ્યાર્થીઓની જીત

વિદ્યાપીઠમાં કુલ 8 પદમાંથી એનએસયુઆઈનો ઉપાધ્યક્ષ, મહામંત્રી સહિત 6 પદો ઉપર કબ્જો

બનારસ : વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં ભાજપનું વિદ્યાર્થી સંગઠન ABVPનાં સુપડાં સાફ થયા છે વારાણસીમાં મહાત્મા ગાંધી વિદ્યાપીઠ વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં એનએસયુઆઈની ઐતિહાસિક જીત થઈ છે. કોંગ્રેસ વિદ્યાર્થીસંગઠન એનએસએયુઆઈ અને સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થેઓની પેનલને મોટી સફળતા મળી છે.

એનએસયુઆઈના ઉપાધ્યક્ષ, મહામંત્રી સહિત 6 પ્રતિનિધિઓએ પદો ઉપર કબ્જો કર્યો છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાં કુલ 8 પદ છે. જેમાંથી 6 પદ ઉપર એનએસયુઆઈએ કબ્કો કર્યો છે. એનએસયુઆઈના સંદિપ પાલ ઉપાધ્યાક્ષ તરીકે પસંદ થયા છે. ત્યારેપ્રફુલ પાંડે મહામંત્રી બન્યા છે. તેમજ સપાના વિદ્યાર્થી યુનિટના વિમલેશ યાદવ અધ્યક્ષ બન્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વારાણસી પહેલાથી જ ભાજપ અને આરએસએસનો ગઢ રહ્યો છે. ઉપરાંત વડાપ્રધાન મોદીનો સંસદીય વિસ્તાર હોવાથી તમામની નજર આ ચૂંટણી પર હતી. બનારસ હિંદુ ધાર્મિક સ્થળ હોવાના કારણે ભાજપને હંમેશા તેનો લાભ મળ્યો રહ્યો છે. પરંતુ આરએસએસ અને ભાજપની અખિલ ભારતીય વિદ્યા પરિષદ એબીવીપી બનારસમાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં નિષ્ફળ રહી છે. જે રીતે કોંગ્રેસ સંગઠનને જીત મળી છે એ રીતે કોંગ્રેસ પાર્ટીને પ્રોત્સાહન મળી શકે છે. નોંધનીય છે કે આગામી વર્ષે જ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજા

(12:00 am IST)