મુખ્ય સમાચાર
News of Wednesday, 26th February 2020

દિલ્હી આઇબીના ઓફિસરના માથામાં પથ્થરો મારી અતિ ક્રુર હત્યાઃ નાલામાં મૃતદેહ ફેંકી દીધો

નવી દિલ્હી : દિલ્હીના હિંસક તોફાને બીજા પોલીસ ઓફિસરનોભોગ લીધો છે. ઇન્ટેલીજન્સ બ્યુરોના (આઇબી) ર૪ વર્ષના ટ્રેઇની સીકયુરીટી ઓફિસર અંકિત શર્માની પથ્થરો મારી અતિ ક્રુર હત્યા કરી તેના મૃતદેહને નાલામાં ફગાવી દેવાયેલ મળી આવ્યો છે. તેઓ ડયુટી પર ન હતા અને નિઃશસ્ત્ર હતાં. તેમના પિતા કે જેઓ પણ પોલીસમાં છે, તેમણે પોતાના પુત્રનો મૃતદેહ ઓળખી બતાવેલ તેઓ ગરીબ પરીવારના છે. દિલ્હીના ચાંદબાગના - ખંજૂરી ખાસમાં આ ઘટના બની છે.

(3:24 pm IST)