મુખ્ય સમાચાર
News of Wednesday, 26th February 2020

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં દિલ્હીની હિંસાનો મુદ્દો ઉછળ્યો : પોલીસની નિષ્ફળતા પર ઉઠ્યા સવાલ

ગૃહ મંત્રાલય,સરકાર અને ગૃહમંત્રીની હિંસા રોકવાની જવાબદારી : કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન

નવી દિલ્હી : દિલ્હીમાં ફેલાયેલી હિંસા મામલે કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક મળી હતી, આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતા. બેઠકમાં દિલ્હીમાં ફેલાયેલી હિંસા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક પહેલા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે દિલ્હી પોલીસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ગૃહ મંત્રાલય, સરકાર અને ગૃહ મંત્રીની જવાબદારી હિંસા રોકવાની છે. દિલ્હીમાં જે રીતે હિંસા ફેલાઈ રહી છે. તેની પાછળ પોલીસની મોટી નિષ્ફળતા સામે આવી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

(11:15 am IST)