મુખ્ય સમાચાર
News of Wednesday, 26th February 2020

મીઠાઇના બોકસ પર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બિફોર લખવું ફરજીયાત

ખુલ્લામાં વેચાતી મીઠાઇમાં પણ લાગુ થશે એકસપાયરી

નવી દિલ્હી, તા.૨૬: તેમના પેકીંગ કરેલી મીઠાઇના પેકેટ, છુટક અથવા તો પેકેજટ મીઠાઇ અને અન્ય ઉત્પાદન પર શ્નપ્નાૃક્નદ્બક તારીખ પહેંલા વાપરવી સારી' એવું લખવું ફરજીયાત બની જશે. સ્થાનિક મિઠાઇ ઉત્પાદકો અને વિક્રતાઓએ પણ આની પર ફરજીયાત અમલ કરવો પડશે. હાલમાં પેકેટ અથવા લેબલ પર આ પ્રકારની વિગતો લખવી ફરજીયાત નથી.

ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી એવી એકેસ્પાયરી ડેટ પછીની પણ મીઠાઇ વેચવાના દાખલા સામે આવતા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (જ્લ્લ્ખ્ત્) દ્વારા આ આદેશ જારી કરાયો હતો. જાહેર પ્રજાના લાભાર્થે અને ખોરાકની સલામતી માટે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે છુટક અથવા નોન-પેકેજટ મીઠાઇ, થાળી કે પછી ડબામાં મૂકેલી મીઠાઇના પેકેટ પર 'ઉત્પાદન તારીખ'અને 'આ તારીખ પહેલા વાપરવી શ્રેષ્ઠ'ના લેબલ લગાવવા પડશે' એમ જ્લ્લ્ખ્ત્ના ઓર્ડરમાં લખવામાં આવ્યું હતું.

આ ઓર્ડર પહેલી જૂન, ૨૦૨૦થી અમલી બનશે, એમ તેમાં ઉમેરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ કહ્યું હતુ ંકે ખાધ પધાર્થના વિક્રેતાઓએ આ અંગેનો નિર્ણય લેવો જોઇએ અને સ્થાનિક સંજોગો અને ઉત્પાદનના પ્રકાર પર આધારીત મીઠાઇ પર 'આ તારીખ પહેલાં વાપરવી શ્રેષ્ઠ' લેબલ લગાડવા પડશે. રાજયોના ફુડ સેફટી કમિશનરોને આ ઓર્ડર પર ચુસ્તપણે અમલ કરાય તે જોવા કહેવામાં આવ્યું હતું.

(10:03 am IST)