મુખ્ય સમાચાર
News of Wednesday, 26th February 2020

વિશ્વભરના નેતાઓ ટ્રમ્પના અહંકારને પોષવાની ફિરાકમાં : વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ખુશ કરવા ભીડ પસંદ કરી : ન્યુયોર્ક ટાઈમ્સ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ અંગે વર્લ્ડ મીડિયા જુદા જુદા મૂલ્યાંકન કરી રહેલ છે.જે મુજબ અમેરિકાના વિશ્વ વિખ્યાત ન્યુઝપેપર ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યા મુજબ વિશ્વભરના નેતાઓ ટ્રમ્પના અહંકારને પોષવાની કોશિશ કરી રહ્યા છે. આ માટે ભારતના વડાપ્રધાને ટ્રમ્પને ખુશ કરવા ભીડ પસંદ કરી હતી.જયારે પાકિસ્તાનના અખબાર ધ ડોને અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલને અમેરિકા ફર્સ્ટ વિરુદ્ધ મેઇક  ઈન ઇન્ડિયા વચ્ચેની ટ્રેડ ડીલ ગણાવી હતી.જયારે સીએનએનએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સમાનતા ગણાવતા જણાવ્યું હતું કે બંને મુસ્લિમ વિરોધી છે.
 

(12:00 am IST)