News of Monday, 26th February 2018
‘‘રોડસ ઇન્ટરનેશનલ સ્કોલર્સ'': યુનિવર્સિટી ઓફ ઓકસફર્ડમાં અભ્યાસ માટે પસંદ કરાયેલા ૨૦૧૮ની સાલના સ્કોલર્સમાં સ્થાન મેળવતા ૨ ઇન્ડિયન અમેરિકન સ્ડુડન્ટસ
યુ.એસઃ યુનિવર્સિટી ઓફ ઓકસફર્ડમાં અભ્યાસ કરવા માટે મદદરૂપ થતા રોડસ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા જુદા જુદા દેશોના ૯૭ રોડસ ઇન્ટરનેશનલ સ્કોલર્સમાં ભારતના ૬ તથા અમેરિકામાં વસતા ભારતીય મૂળના ૨ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે જેમાં નિકિતા અરોરા, રાહુલ બજાજ, સમીર ભટ્ટ, અર્ચિત જૈન, તથા ક્રિશ્નેન્દુ રાયનો સમાવેશ થાય છે તથા અમેરિકામાં વસતા ભારતીય મૂળના ૨ સ્ટુડન્ટસનો સમાવેશ થયો છે. જેમાં સમર્થ ગુપ્તા તથા જસપ્રિત સિંઘનો સમાવેશ થયો છે.
(9:35 pm IST)