મુખ્ય સમાચાર
News of Monday, 26th February 2018

મુંબઇમાં વિદેશીઓને મળે છે સૌથી વધુ સેલરીઃ સર્વે

મુંબઈ તા. ૨૬ : એક સમય એવો હતો જયારે અમેરિકા કે યુરોપથી શ્રેષ્ઠ જગ્યા બીજી કોઈ નહોતી. પણ સમયની સાથે-સાથે સ્થિતિ પણ બદલાતી રહે છે, હવે પૂર્વના દેશો (એશિયાના દેશો) મોટી સેલરીનું કેન્દ્ર બની ગયા છે.

ભારતની આર્થિક, કર્મશિયલ અને એન્ટરટેનમેન્ટ રાજધાની મુંબઈ વિદેશીઓને મળનારી સેલરીમાં નંબર વન છે. HSBC બેંક ઈન્ટરનેશનલ લિમિટેડના સર્વે મુજબ, મુંબઈમાં કામ કરવા માટે આવનારા વિદેશીઓને મોટી સેલરી મળે છે.

HSBC એકસપેટ સર્વે દર્શાવે છે કે, મુંબઈમાં કામ કરનારા વિદેશીઓની સરેરાશ વાર્ષિક ૨.૧૭ લાખ ડોલર (૧.૪૦ કરોડ રુપિયા) સેલરી મળે છે. આ આંકડો ગ્લોબલ એકસપેકટ એવરેજ કરતા બમણી છે. સર્વેમાં ટોપ ૧૦ એકસપર્ટ શહેરોમાં શાંઘાઈ, જકાર્તા અને હોંગકોંગ જેવા અન્ય એશિયાઈ દેશોનો પણ સામાવેશ થાય છે.

HSBC મુજબ, એશિયામાં કામ કરનારા વિદેશીઓને સામાન્ય રીતે નાણાની દ્રષ્ટીએ ઘણો સપોર્ટ કરવામાં આવે છે. ૧.૮ કરોડથી વધારે વસ્તીવાળા મુંબઈમાં રોજગારની તકો અમેરિકા, યુકેના શહેરો કરતા ઓછી છે.

HSBC એકસપર્ટના હેડ ડીન બ્લેકબર્ને કહ્યું, 'અમેરિકા અને બ્રિટનના ફાઈનાનશિયલ અને ટેક હબ્સ જોબની તપાસમાં બીજા દેશમાં જનારા લોકોની પહેલી પસંદ છે.' યુરોપના ટેક સેન્ટર ડબલિન એકસપેટ માટે રોજગારની તકોના મામલામાં ટોપ ૫માં જગ્યા બનાવવી પણ એકસપેટની સરેરાશ પગારના મામલામાં તે ગ્લોબલ સરેરાશ કરતા ઓછો છે.

(3:55 pm IST)