મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

સ્‍પાઈસજેટની ધમાકેદાર ઓફરઃ માત્ર રૂ.૧૧૨૬માં કરો હવાઈ મુસાફરી

યાત્રીઓ ઓફર હેઠળ બુક કરેલી ટિકિટ પર ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધી મુસાફરી કરી શકે છે

નવી દિલ્‍હી,તા. ૨૫:  જો તમે ટ્રેન અને બસની મુસાફરીથી કંટાળી ગયા છો અને પ્‍લેનમાં મુસાફરી કરવા માંગો છો, તો તમે આ પ્‍લેનમાં રેલવે ભાડામાં મુસાફરી કરી શકો છો. હકીકતમાં, એરલાઇન કંપની સ્‍પાઇસ જેટ પ્રજાસત્તાક દિવસ સેલના અવસર પર એક ખાસ ઓફર લાવી છે. આ ખાસ ઓફરમાં તમે માત્ર રૂ.૧૧૨૬માં એર ટિકિટ બુક કરાવી શકો છો.

સ્‍પાઇસ જેટે વર્ષની સૌથી સસ્‍તી એરલાઇન ટિકિટની જાહેરાત કરી છે. તમે આ ઓફર હેઠળ બુક કરેલી ટિકિટ પર ૨૪ જાન્‍યુઆરી ૨૦૨૩થી ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધી મુસાફરી કરી શકો છો.

સ્‍પાઈસજેટે તેના ઓફિશિયલ ટ્‍વિટર હેન્‍ડલ પર લખ્‍યું છે કે હવે તમે માત્ર રૂ.૧૧૨૬માં ઘરેલુ હવાઈ મુસાફરી કરી શકો છો. આ ઓફર ૨૪ થી ૨૯ જાન્‍યુઆરી, ૨૦૨૩ સુધી ચાલુ રહેશે અને આ સમય દરમિયાન તમારે ટિકિટ બુક કરાવવી પડશે. તે જ સમયે, તમે આ ઓફર હેઠળ બુક કરેલી ટિકિટ પર ૨૪ જાન્‍યુઆરી ૨૦૨૩ થી ૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધી મુસાફરી કરી શકો છો.

(10:52 am IST)