મુખ્ય સમાચાર
News of Wednesday, 26th January 2022

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યા : હિંગળાજ માતા મંદિરમાં કરી તોડફોડ

મંદિરમાં રાખેલ મૂર્તિઓ સહીત દરેક સામાન નષ્ટ કર્યો :છેલ્લા 22 મહિનામાં હિંદુ મંદિરો પર 11મો હુમલો

નવી દિલ્હી :  પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ એક વાર ફરી હિંદુ મંદિરને નિશાનો બનાવ્યો છે. હિંદુ મંદિરો પર હુમલાઓ થોભવાનું નામ જ લેતા નથી.

પ્રધાનમંત્રી ઇમરાન ખાનના તમામ દાવાઓ તથા આશ્વાસનો પછી પણ કટ્ટરપંથીઓ મંદિરને નિશાનો બનાવી રહ્યા છે. ખબર આવી છે કે સિંધ પ્રાંતના થાર પાર્કર જીલ્લાના ખત્રી મહોલ્લામાં રવિવારે મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરમાં તોડફોડ કરી છે. હમલાવરોએ મંદિરમાં રાખેલ મૂર્તિઓ સહીત દરેક સામાન નષ્ટ કરેલ છે. છેલ્લા 22 મહિનામાં હિંદુ મંદિરો પર આ 11મો હુમલો છે.


હિંગળાજ માતા મંદિર પર હુમલા બાદ પાકિસ્તાન હિંદુ મંદિર પ્રબંધનના અધ્યક્ષ કૃશેન શર્માએ કહ્યું કે ઇસ્લામિક કટ્ટરપંથી પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટ તથા પાકિસ્તાનની સરકારથી પણ ડરતા નથી. આ દરમિયાન હિન્દુઓએ મંદિર પર હુમલાના વિરોધમાં મોરચો કાઢ્યો તથા દોષીઓને વહેલામાં વહેલા પકડવાની માંગ કરી. ધ્યાન દોરવાવાળી બાબત એ છે કે પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરપંથી અવારનવાર અલ્પસંખ્યાના ધાર્મિક સ્થળોને નિશાનો બનાવે છે. આવું ત્યારે બન્યું જ્યારે ઇમરાન ખાન સરકારે દાવો કર્યો હતો કે અલ્પસંખ્યકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.

પાછલા વર્ષે ડીસેમ્બરમાં પાકિસ્તાનની આર્થિક રાજધાની તરીકે જાણીતા કરાંચી શહેરમાં પણ એક હિંદુ મંદિર પર કટ્ટરપંથીઓએ હુમલો કરીને મા દુર્ગાની પ્રતિમા તોડી નાંખી હતી. કટ્ટરપંથીઓએ કરાંચીના નરિયાનપુરા હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. હમલાવારોએ સમગ્ર મંદિરને તહેસ નહેસ કરી મુક્યું હતું. જાણીલો કે કરાંચીમાં મોટી સંખ્યામાં હિંદુ રહે છે. આ હુમલાને લઈને ઇમરાન સરકારની આલોચના પણ થઇ હતી.

પાકિસ્તાનમાં આ હુમલાઓ એવા સમય પર થઇ રહ્યાં છે, જ્યારે સુપ્રીમ કોર્ટ સતત નોટીસ જાહેર કરી રહી છે તથા ઇમરાન ખાન સરકાર દાવો કરી રહી છે કે તેઓ મંદિરોની સુરક્ષા કરવા પ્રતિબદ્ધ છે. હજુ થોડા જ મહિનાઓ પહેલા દુનિયામાં કડવી આલોચના બાદ ઇમરાન ખાને વચન આપ્યું હતું કે તેમની સરકાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવશે. આ પહેલા પણ PM ખાને ઇસ્લામાબાદમાં એક મંદિરના નિર્માણનું વચન આપ્યું હતું, પરંતુ કટ્ટરપંથીઓના વિરોધ આગળ તેને ઝૂકવું પડ્યું હતું.

માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે આઝાદી સમયે 1947માં પાકિસ્તાનની કુલ આબાદીમાં 23% હિંદુ, ઈસાઈ, સિખ જેવાં અલ્પસંખ્યકો હતા. 2017ની જનગણના અનુસાર, પાકિસ્તાનમાં હવે 96.28% મુસ્લિમ છે તથા માત્ર 3.72% અલ્પસંખ્યક અથવા ગેર મુસ્લિમ છે. આથી ખ્યાલ આવે છે કે ઇમરાન ખાનના પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મપરિવર્તનની ખબરો પણ સામે આવી રહી છે. માત્ર હિંદુઓની વાત કરીએ તો 1951ની જનગણના અનુસાર, પાકિસ્તાનમાં 12.9% હિંદુઓ હતા પરંતુ હવે માત્ર 1.6% હિંદુઓ જ બચ્યા છે

(11:16 pm IST)