મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

હેકર્સે હવે ટેલિગ્રામ એપ.ને નવું હથિયાર બનાવ્યું : આ એપ.નો ઉપયોગ કરી ફેસબુક યુઝર્સના ડેટાની ઉઠાંતરી ચાલુ

ન્યુદિલ્હી : હેકર્સે હવે  ટેલિગ્રામ એપ.ને નવું હથિયાર બનાવ્યું હોવાનું જાણવા મળે છે.જે મુજબ આ એપ.નો ઉપયોગ કરી તેઓ  ફેસબુક યુઝર્સના ડેટાની ઉઠાંતરી કરી રહ્યા છે.જેમાં બે વર્ષ પહેલાનો જેઓનો ડેટા છે તે સરળતાથી તેઓ મેળવી શકે છે.જે તેઓને બે વર્ષ પહેલા જ હાથ લાગ્યો હતો.

જેમાં 42 કરોડ યુઝર્સ હતા.જે પૈકી અમેરિકા તથા બ્રિટનના 15 કરોડ યુઝર્સનો સમાવેશ થતો હતો.જે માટે તેમણે ટેલિગ્રામ એપ.નો ઉપયોગ કર્યો હતો.આ ઉઠાંતરી માટે રિવર્સ સર્ચ ટ્રીકનો ઉપયોગ થઇ રહ્યો છે.જેના વડે ફેસબુક યુઝર્સના આઈ.ડી. ને બદલે નંબર એન્ટર કરવાની સૂચના આપે છે.જે અંતર્ગત 40 કરોડથી વધુ યુઝર્સના ડેટા અસુરક્ષિત થઇ ચુક્યા હોવાનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે બોટ પાસે 19 દેશોના યુઝર્સના ડેટા છે.અલબત્ત જેઓ પોતાના પ્રાઇવેટ નંબર રાખે છે તેમનો ડેટા એક્સેસ થઇ શકતો નથી.ખાસ કરીને 2019 ની સાલમાં જેઓના ડેટા લીક થયા હતા તેવા યુઝર્સના ડેટા ઉપર વધુ ખતરો છે તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)