મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

હવે મતદાન માટે ઇલેક્શન કાર્ડ લઈને જવાની નહીં પડે જરૂર: 5 રાજ્યોમાં ચૂંટણીપંચ કરશે મોટો પ્રયોગ

મતદારો ચૂંટણીના દિવસે ઇ-મતદાર કાર્ડનો ઉપયોગ કરી શકશે

 

નવી દિલ્હી : ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખ કાર્ડનું ઇલેક્ટ્રોનિક ફોર્મેટ રજૂ કર્યું છે, જે મોબાઇલ ફોનમાં સંગ્રહિત કરી શકાય છે અને કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે. -મતદાતા કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ હશે, જેનું સંપાદન કરી શકાતું નથી અને મતદાતા તેની પ્રિંટ કાઢીને જરૂર પડ્યે લેમિનેટેડ પણ કરાવી શકે છે. સોમવારે તેની ઔપચારિક શરૂઆત પછી, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીના  મતદારો ચૂંટણીના દિવસે -મતદાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંપરાગત પીવી મતદાર કાર્ડનો ઉપયોગ પણ થશે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે -ઇપિક કાર્યક્રમ શરૂ કર્યો અને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે અહીં પાંચ નવા મતદારોને -ઇપિક અને મતદાર ફોટો ઓળખ કાર્ડનું વિતરણ કર્યું છે

ચુટણી પંચનાં અધિકારીઓએ જણાવ્યું કે ભૌતિક કાર્ડનાં પ્રિન્ટ થવાથી અને મતદારો સુધી પહોંચવામાં સમય લાગે છે અને દસ્તાવેજોને તાત્કાલિક પહોંચાડવા અને તેને સરળ બનાવવા માટેની ઘોષણા કરવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચુંટણી પંચનાં વેબ રેડિયો હેલ્લો વોટર્સની ડિઝિટલ સિસ્ટમની શરૂઆત કરશે. ઓનલાઇન ડિઝિટલ રેડીયો સર્વિસથી મતદાતા જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવશે.

(12:00 am IST)