મુખ્ય સમાચાર
News of Sunday, 26th January 2020

Financial Action Task Force (FATF)ની જવાબદારીઓ પુરી નહીં કરવાથી પાકિસ્તાનનાં આર્થિક સુધાર કાર્યક્રમ પર વિનાસકારી અસર થશે: અમેરિકા

વોશિંગ્ટન,: અમેરિકાનાં એક ટોચનાં નેતા રાજદુતે કહ્યું કે Financial Action Task Force (FATF)ની જવાબદારીઓ પુરી નહીં કરવાથી પાકિસ્તાનનાં આર્થિક સુધાર કાર્યક્રમ પર વિનાસકારી અસર થશે.

દક્ષીણ અને મધ્ય એશિયા માટેનાં કાર્યવાહક સહાયક વિદેશ પ્રધાન એલિસ વેલ્સે આ ટીપ્પણી કરી, તેના એક દિવસ પહેલા પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ કહ્યું હતું કે દેશને FATFની યાદીમાંથી બહાર કરવો જોઇએ.

પાકિસ્તાનનાં વિદેશ પ્રધાને કહ્યું કે પાકે આતંકવાદને આર્થિક મદદ કરવા પર નજર રાખનારી આંતરાષ્ટ્રિય સંસ્થાની જરૂરીયાત પર ઘણી પ્રગતિ કરી છે, વેલ્સે અહીં કહ્યું કે જો પાકિસ્તાન FATFની જવાબદારીઓને પુરી નહીં કરી શકે, અને કાળી યાદીમાં આવે છે,અને એવું થયું તો એ પાકિસ્તાનનો આર્થિક સુધાર કાર્યક્રમ અને મુડીરોકાણકારોને આકર્ષિત કરવા માટેની તેની ક્ષમતા માટે પણ વિનાસકારી સાબિત થશે.

ઇસ્લામાબાદ સહિત વિવિદ ક્ષેત્રનો પ્રવાસ કરીને તાજેતરમાં પરત ફરેલી વેલ્સે કહ્યું કે અમે FATFની જવાબદારીઓને પુરી કરવી અને પાકિસ્તાનની પ્રગતિને જોઇને ખુશ છિએ.

તે એ સવાલનો જવાબ આપી રહી હતી કે જો પાકિસ્તાન એફએટીએફનાં નિયમોને પુરા નહી કરી શકે તો શું IMF દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય પર અસર થશે.

પાકિસ્તાનનાં આર્થિક બાબતોનાં પ્રધાન હમ્માદ અઝહરનાં નેતૃત્વવાળું પાક પ્રતિનિધિમંડળ FATFની ભલામણો લાગૂ કરવા માટે ઇસ્લામાબાદ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ અંગે Financial Action Task Forceને માહિતી આપવા માટે હાલ બિજીંગમાં છે.

FATF એ ગત ઓક્ટોબરમાં પાકિસ્તાનને લશ્કરે તોયબા, જૈસ એ મોહમ્મદ તથા અન્ય આતંકવાદી જુથોને થતી આર્થિક મદદ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેવા માટે ગ્રે યાદીમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

જો તે એપ્રિલ સુધી આ યાદીમાંથી હટતું નથી તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાશે, જેમાં ગંભીર આર્થિક પ્રતિંબંધોનો સામનો કરવો પડી શકે છે.

(12:14 pm IST)