મુખ્ય સમાચાર
News of Sunday, 26th January 2020

વડાપ્રધાન મોદીએ જુની પરંપરાને અલવિદા કરી ઇન્‍ડિયા ગેટને બદલે નવનિર્મિત રાષ્‍ટ્રીય યુદ્ધ સ્‍મારક પહોંચી શહિદોને શ્રધ્‍ધાંજલી આપી : ત્રણેય સેના પ્રમુખો સાથે રહ્યા

 

Photo Delhi Modi

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગણતંત્ર દિવસે 48 વર્ષ જૂની પરંપરા તોડતા નવી પરંપરાની શરૂઆત કરી છે. તેમણે યુદ્ધવીરોની શહાદતને સલામ કરતા ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ ગયા નહી પરંતુ બગલમાં જ નવનિર્મિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચી શહિદોને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે દેશના પ્રથમ સીડીએસ સિવાય ત્રણે સેનાનાં પ્રમુખોએ તેમની આગેવાની કરી.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના શહિદોની યાદમાં અમર જવાન જ્યોતિને ઇન્ડિયા ગેટ પર 1972માં તૈયાર કરવામાં આવ્યુ હતું. ત્રણે સેનાઓના પ્રમુખ રાષ્ટ્રીય મહત્વને પ્રમુખ અવસરો- સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ પર અમર જ્યોતિ પર શ્રદ્ધાંજલિ આપતા હતા. આ વખતે પ્રથણવાર બારસીડીએસ પણ ગણતંત્રી દિવસ સમારોહાં ભાગ લઇ રહ્યા છે.

પૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરીએ સીડીએસનું પદભાર ગ્રહણ કર્યું છે. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, વાયુસેના પ્રમુખ આર.કે. સે ભદોરિયા અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે ગત વર્ષે જ સેનાના ઉચ્ચ પદોની જવાબદારી સંભાળી છે.

44 એકડમાં ફેલાયાલા વૉર મેમોરિયલ ચાર સર્કલથી બનેલ છે- અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. જેમા 25,942 જવાનોના નામ ગ્રેનાઇડના ટેબલેટ પર સ્વર્ણ અક્ષરથી લખેલ છે. પીએમ મોદીએ જ ગત વર્ષે 25 ફેબ્રુઆરીએ દેશનાં 44 એકડમાં ફેલાયેલ વૉર મેમોરિયલને સમર્પિત કર્યું હતું.

 

(11:51 am IST)