મુખ્ય સમાચાર
News of Saturday, 25th January 2020

વડાપ્રધાન મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ વચ્ચે મીટિંગમાં બંને દેશની વચ્ચે 15 મહત્વના કરાર

બ્રાઝિલ અને ભારતની વચ્ચે રોકાણને લઈને પણ કરાર થયા

 

નવી દિલ્હી : બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો તેમના ભારતના પ્રવાસ પર છે. 26 જાન્યુઆરી 2020ના રોજ ગણતંત્ર દિવસ પર બોલ્સોનારો મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બોલ્સોનારોની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ છે. વાતચીત દરમિયાન ભારત અને બ્રાઝિલની વચ્ચે લગભગ 15 કરાર થયા છે. તેમાં બ્રાઝિલ અને ભારતની વચ્ચે રોકાણને લઈને પણ કરાર થયો છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ કહ્યું કે અમારા માટે ગર્વની વાત છે કે હું ગણતંત્ર દિવસનો મુખ્ય અતિથિ છું. ખુબ મોટો કાર્યક્રમ છે. આજે બંને દેશોની વચ્ચે કુલ 15 કરાર થયા છે. જે એક રેકોર્ડ છે. આપણે મળીને કામ કરીશું. બ્રાઝિલ ભારતને ઘણુ બધુ આપી શકે છે અને ભારત બ્રાઝિલને પણ ઘણુ બધુ આપી શકે છે. રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે આવતીકાલે ગણતંત્ર દિવસ માટે હું ઉત્સાહિત છું અને આગામી 2 દિવસ હું ભારતમાં છું પણ ગયા પહેલા મને ભારતની યાદ આવી રહી છે.

(1:03 am IST)