મુખ્ય સમાચાર
News of Friday, 25th November 2022

ડિઝાઈનર જવેલરી નહીં પહેરી શકે એર હોસ્‍ટેસ

એર ઇન્‍ડિયાએ ક્રુ મેમ્‍બરો માટે જાહેર કરી નવી ગાઈડ લાઈન

મુંબઈ તા. ૨૫ : એરઇન્‍ડિયાના ક્રુ મેમ્‍બર્સ હવે ડ્‍યુટી દરમ્‍યાન ડિઝાઈનર જવેલરી પહેરી શકશે નહીં. ચાંદલાની સાઈઝથી માંડીને બંગડીઓની સંખ્‍યા પણ નક્કી કરવામાં આવી છે. મેલ ક્રુને પણ તેમની હેરસ્‍ટાઇલ માનકોના અનુસાર રહેલું પડશે. એરઇન્‍ડિયાએ હાલમાં જ કેવિન અટેન્‍ડેન્‍ટ માટે ગ્રૂમિંગ ગાઈડ લાઇન્‍સ જાહેર કરી છે. તેમાં દરેક વાત નો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.

ગાઇડલાઇન મુજબ, એર હોસ્‍ટેસ ચાંદલો કરી શકે છે, પરંતુ તેની સાઈઝ ૦.૫૦ સેમીથી વધુ હોવી જોઈએ. હાથમાં ફક્‍ત એક ચૂડી પહેરી શકશે. પરંતુ તેમાં કોઈ ડિઝાઇન અથવા સ્‍ટોન નહીં હોવો જોઈએ. બન્ને હાથોમાં એક એક વીટી પહેરવાની મંજૂરી મળી છે. પરંતું તેની સાઈઝ ૧ સેમીથી વધુ થઇ શકે નહીં. મોતી વાળી બાલી અને મેહેંદી લગાવાની પણ મંજૂરી નથી. બાલી ફક્‍ત ગોળ અને રાઉન્‍ડ શેપ ની હોવી જોઈએ તેમાં કોઈ ડિઝાઇન હોવી જોઈએ નહીં. ગાઇડલાઇનના જણાવ્‍યા મુજબ, ક્રુ મેમ્‍બર વાળાઓને બાંધવા માટે હાઈ ટોપ નોટ અને વન્‍સ સ્‍ટાઇલનો ઉપયોગ કરી શકે નહીં. સાડી અને ઈન્‍ડો વેસ્‍ટર્ન વેર બન્નેની સાથે સ્‍કિન ટન સાથે મેચ થતી શીયર કાલ્‍ફ લેંથ સ્‍ટોકિંગ્‍સ પણ જરૂરી છે. ક્રુ મેકર્સને આઈશેડો, લિપસ્‍ટિક અને નેલ પેઇન્‍ટ અને હેર શેડ કાર્ડ્‍સને યુનિફોર્મ અનુસાર યુઝ કરવાનું કહેવામા આવ્‍યું છે.

ગાઇડલાઇન્‍સમાં મેલ ક્રુના તે મેમ્‍બર્સને જેના વાળ ઓછા છે અથવા જેને ટાલ છે તેને ક્‍લીન શેવ્‍ડ માથું અથવા વાઈલ્‍ડ લુક રાખવાનું કહેવામાં આવ્‍યું છે. આવા ક્રુ મેમ્‍બરને તેમના માથાને રોજ શેવ કરવાનું પણ કહેવામાં આવ્‍યું છે. ક્રુ મેમ્‍બર લાંબા ખુલા વાળ વાળી હેર સ્‍ટાઇલ પણ રાખી શકે નહીં. ગ્રે વાળ વાળા ક્રુ મેમ્‍બરને નિયમિત રીતે તેના વાળ કાળાᅠ રાખવા પડશે.ᅠ વધુમાં જણાવામાં આવ્‍યું છે કે ક્રુ મેમ્‍બરને કાંડુ, ગળા અને પગોમાં ધાર્મિક અથવા કાલા દોરાને બાંધવાની મંજૂરી મળી શકે તેમ નથી. તેને પબ્‍લિક એરિયામાં પ્‍લાસ્‍ટિક બેગ અથવા શોપિંગ બેગ લઇ જવાની મંજૂરી નથી. આ ગાઇડલાઇન્‍સ નવા ક્રુ કર્મચારીઓ પર લાગુ પડશે.

(1:56 pm IST)