મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધઃ મહિલા આયોગની ઈમામને નોટિસ

મસ્જિદ મેનેજમેન્ટે ત્રણેય પ્રવેશ દ્વાર પર એક નોટિસ બોર્ડ લગાવ્યું છેઃ જેમાં લખ્યું છેઃ જામા મસ્જિદમાં છોકરીઓ કે મહિલાઓને પ્રવેશ નથી

નવી દિલ્હી, તા.૨૪: ભારતની રાજધાની દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં છોકરીઓના પ્રવેશ પરના પ્રતિબંધમાં ફરમાવાયો છે મસ્જિદ મેનેજમેન્ટે ત્રણેય પ્રવેશદ્વારો પર એક નોટિસ બોર્ડ લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે, 'જામા મસ્જિદમાં છોકરીઓ માટે એકલા પ્રવેશવાની મનાઈ છે. જેનો અર્થ છે કે જો છોકરી સાથે કોઈ પુરૃષ વાલી ન હોય તો તે પ્રવેશ કરી શકશે નહિ આને લઈને વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. જામા મસ્જિદ પ્રબંધનના આ નિર્ણયની ટીકા કરતા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મુખ્ય ઈમામને નોટિસ ફટકારવાનું કહ્યું છે. તેણે ટ્વીટ કર્યું, જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવાનો નિર્ણય બિલકુલ ખોટો છે. જેટલો પુરુષને પૂજા કરવાનો અધિકાર છે એટલો જ સ્ત્રીને પણ. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ જારી કરી રહ્યો છું. આ રીતે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી.

જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ સ્પષ્ટ કર્યું છે કે નમાઝ પઢવા આવનારી મહિલાઓને રોકવામાં આવશે નહીં. તેણે કહ્યું, આવી ફરિયાદો આવી રહી હતી કે છોકરીઓ તેમના પ્રેમીઓ સાથે મસ્જિદમાં આવે છે. અયોગ્ય કૃત્યો કરે છે, વીડિયો શૂટ કરે છે, તેને રોકવા માટે પ્રતિબંધિત છે. પરિવારો/પરિણીત યુગલો પર કોઈ પ્રતિબંધ નથી.શાહી

ઈમામ બુખારીએ કહ્યું કે જો કોઈ મહિલા જામા મસ્જિદમાં આવવા માંગતી હોય તો તેણે પરિવાર કે પતિ સાથે આવવું પડશે. જો તે નમાઝ પઢવા આવે છે તો તેને રોકવામાં આવશે નહીં. મોટાભાગના મુસ્લિમ ધર્મગુરુઓના મતે, ઇસ્લામ પૂજાની વાત આવે ત્યારે સ્ત્રી અને પુરૃષ વચ્ચે કોઈ ભેદ રાખતો નથી. સ્ત્રીઓને પૂજા કરવાનો પુરૃષો જેટલો જ અધિકાર છે. મક્કા, મદીના અને જેરુસલેમની અલપ્રઅકસા મસ્જિદમાં પણ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ નથી. જો કે, ભારતમાં ઘણી મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

મસ્જિદ પ્રશાસનના નિર્ણય અંગે મસ્જિદના પીઆરઓ સબીઉલ્લાહે કહ્યું કે, મહિલાઓ સોશિયલ મીડિયા માટે વીડિયો શૂટ કરે છે, જે નમાજ પઢતા લોકોને પરેશાન કરે છે. આ સાથે તેણે કપલ્સ વિશે એમ પણ કહ્યું કે તેઓ ધાર્મિક પ્રથાઓ અનુસાર કામ કરતા જોવા મળતા નથી.

બીજી તરફ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જામા મસ્જિદ પ્રશાસનને નોટિસ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવાનો નિર્ણય બિલકુલ ખોટો છે. જેટલો પુરુષને પૂજા કરવાનો અધિકાર છે એટલો જ સ્ત્રીને પણ. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ જારી કરી રહ્યો છું. આ રીતે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી.

જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને લઈને વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે આ કટ્ટરવાદી વિચારકોએ ઈરાનમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. સ્ણ્ભ્ના પ્રવકતા વિનોદ બંસલે કહ્યું કે ભારતને સીરિયા બનાવવાની માનસિકતા ધરાવતા મુસ્લિમ કટ્ટરપંથીઓએ ઈરાનમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. એક તરફ ભારત સરકાર બેટી બચાવોપ્રબેટી પઢાવો સહિતની અનેક યોજનાઓ ચલાવીને છોકરીઓને સશકત બનાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ આવી કટ્ટર માનસિકતા ધરાવતા લોકો તેમના પવિત્ર સ્થાનમાં જ તેમનો પ્રવેશ અટકાવી રહ્યા છે.

વિનોદ બંસલે ખ્ત્પ્ત્પ્ ચીફ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા કહ્યું કે ક્યાં છે ભાગ્યનગરનો ભડકાઉ ભાઈજાન જે સ્વપ્ન જોતો હતો કે બુરખા પહેરેલી બહેન દેશની વડાપ્રધાન બનશે.(

(4:24 pm IST)