મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

૫૮૧ કિલો ગાંજો ઊંદર ખાઇ ગયા

વાહ રે પોલીસ !, કોર્ટમાં રજૂ કર્યો વિચિત્ર રિપોર્ટ

મથુરા તા. ૨૪ : દોરડાને સાંપ ગણાવવામાં મથુરા પોલીસ ખૂબ ચાલાક છે. હવે અહીં પોલીસે વધુ એક નવો કાંડ કર્યો છે. જેને સાંભળીને કોર્ટ પણ હેરાન રહી ગઈ હતી. મથુરા પોલીસે જણાવ્યું છે કે, શેરગઢ પોલીસ ચોકી અને હાઈવેમાં પકડાયેલ ૫૮૧ કિલો ગાંજાનો જથ્થો ઊંદર ખાઈ ગયા છે. તેનો રિપોર્ટ એડીજે સપ્તમે કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ રિપોર્ટને જોઈએને ન્યાયાધીશ પણ દંગ રહી ગયા હતા. કોર્ટે સ્ટેશન પ્રભારીઓને પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી એસએસપીએ પણ ઊંદરોથી બચી નિકળવાના નિર્દેશ આપ્યા હતા.

મથુરાના શેરગઢ પોલીસ ચોકીમાં ૩૮૬ કિલો ગાંજાનો જથ્થો રાખ્યો હતો. ૨૦૧૮માં થાના હાઈવેમાં પોલીસે ૧૯૫ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. એડીજે સપ્તમની કોર્ટે ટ્રાયલ દરમિયાન ગાંજાને સીલ બંધ મહોર લગાવેલા પેકેટ કોર્ટમાં રજૂ કરવાના આદેશ શેરગઢ પોલીસ ચોકીના અધિકારીઓના આપ્યા હતા.

શેરગઢ અને હાઈવે પોલીસ ચોકીના પ્રભારીઓને કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, માલખાનામાં રાખેલા ગાંજાને ઊંદર ખાઈ ગયા છે. થોડો વધેલો ગાંજો ફેંકી દેવામાં આવ્યો છે. બંને ચોકીના પ્રભારીઓએ જયારે કોર્ટમાં આવો રિપોર્ટ આપ્યો તો, કોર્ટે ૨૬ નવેમ્બરે આ મામલામાં પુરાવા સાથે હાજર રહેવાના આદેશ આપ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે, થાના શેરગઢ પોલીસ અને હાઈવે પોલીસે આ મામલે કોર્ટમાં પુરાવા રજૂ કરી શકે છે કે નહીં, જો કે, હાલમાં ૫૮૧ કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા એ વાત પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(12:08 pm IST)