મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

મેઘાલયમાં વહેલી સવારે ધરતી ધણધણીઃ ૩.૪ની તિવ્રતાના આંચકા અનુભવાયા

ફરી એક વાર ભારતમાં ભૂકંપ

શિલોંગ,તા.૨૪: મેઘાલયમાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્‍દ્રના જણાવ્‍યા અનુસાર વહેલી સવારે લગભગ ૩.૪૬ કલાકે રાજયના તુરાથી ૩૭ કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૪ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્‍દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું.

આ અગાઉ બુધવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્‍દ્રએ જણાવ્‍યુ હતું કે, અરુણાચલના બસરથી ૫૮ કિમી ઉત્તર-પヘમિ-ઉત્તરમાં બુધવારે સવારે ૭ કલાકને એક મિનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની રિક્‍ટર સ્‍કેલ પર તિવ્રતા ૩.૮ માપવામાં આવી હતી અને ઊંડાઈ જમીનથી ૧૦ કિમી નીચે હતી.

(10:22 am IST)