મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

ઉત્તર પ્રદેશ બાદ હવે મઘ્યપ્રદેશ લવજેહાદ વિરૂદ્ધ કાયદો બનાવશે : કાજી, મૌલવી કે પાદરીને પણ 5 વર્ષની સજા થશે

બહેલાવી, ફોસલાવીને કે ધમકાવીને ધર્માંતરણથી લગ્ન કરવા પર 10 વર્ષની સજાની જોગવાઈ

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે લવ જેહાદ વિરૂદ્ધ સખ્ત અદ્યાદેશ તૈયાર કર્યો છે. યુપી બાદ હવે મઘ્યપ્રદેશ પણ લવજેહાદ વિરૂદ્ધ સકંજો કરતુ દેખાઈ રહ્યું છે. મઘ્યપ્રદેશમાં ધર્મ સ્વતંત્ર વિધેયક 2020ને લઈને મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી.

  મઘ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નરોત્તમ મિશ્રાએ જાણકારી આપી હતી કે બેઠકમાં કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. નરોત્તમ મિશ્રાએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે 'ધર્મ સ્વાતંત્રય વિધેયકના ડ્રાફ્ટમાં બહેલાવી, ફોસલાવીને કે ધમકાવીને ધર્માંતરણથી લગ્ન કરવા પર 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. આવી રીતે લગ્ન કે નિકાહ કરાવનારા ધર્મગૂરૂ, કાજી, મૌલવી કે પાદરીને પણ 5 વર્ષની સજા થશે. આવા લગ્નો કરાવનાર સંસ્થાઓના રજીસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવશે.'

(11:13 pm IST)